કોરોના વાઇરસ ફેલાય નહીં તે માટેની ગાઇડ લાઇનમાં લોકોને મોટી સંખ્યામાં ભેગા નહીં થવા માટે જણાવાયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૨૧ અને ૨૨ માર્ચનો ગુજરાતનો પ્રવાસ અને વિવિધ કાર્યક્રમો હાલ રદ કરી નાખવામાં આવ્યા છે.
બે દિવસની મુલાકાતમાં પીએમ મોદી અમદાવાદ, વડોદરા, કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જૂનાગઢની મુલાકાત લઇને વિવિધ કાર્યક્રમમાં ભાગ લેવાના હતા.
ડે. સીએમ નીતિન પટેલે આ અંગે જણાવ્યું હતું કે નવો કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં કોરોનાનો એકપણ કેસ પોઝિટીવ નથી તે સ્થિતિ જાળવી રાખવા આરોગ્ય તંત્ર સતર્ક છે.