Politics: ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોની વસ્તી, રાજકીય અને આર્થિક મહત્વ એવું છે કે દરેક રાજકીય પક્ષ આ રાજ્યોમાં પોતાની રાજકીય ધાર જાળવી રાખવા માંગે છે. આ ત્રણેય રાજ્યો હિંદુ પ્રયોગશાળા રહી છે. એક સંઘ અને બીજા શિવસેના છે.
આ ત્રણયે રાજ્યોમાં પહેલા કોંગ્રેસ ગાયબ થઈ ગઈ. શિવસેના, એનસીપી, બસપા અને પછી સપા નાબૂદ થયા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસ, શિવસેના અને સપાએ પુનઃ આગમન કર્યું છે.
ભાજપે પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો. દાયકામાં ભાજપે ત્રણયે પર કબજો જમાવવામાં સફળતા મેળવી હતી. હવે નવા યુગમાં ત્રણેય રાજ્યો નબળા પડી રહ્યાં છે.
હિન્દુત્વ સવાર થયું હતું. વંશીય રાજ હતું. સંઘ અને મોદી અજેય બની ગયા હતા. હવે તે બધુ નબળું પડી રહ્યું છે.
ભાજપને બાદ કરતાં ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં નવા નેતાઓ તરીકે યુવાનો આવ્યા છે. આ છોકરાઓએ વડાપ્રધાન મોદી, સંઘ અને વિશ્વ હિદુ પરિષદને સીધો પડકાર ફેંક્યો છે. 272 બેઠકો હિંદુના નામે મોદી મેળવી શક્યા નથી. 400ની વૈતરણી મોદી તરી શક્યા નથી. દેશના વૃદ્ધ નેતા નરેન્દ્ર મોદી અને સંઘના મોહન ભાગવતને ફેંકી દીધા છે.
ભાજપ હિંદુત્વની પ્રયોગશાળામાં નબળી પડી રહી છે. વડાપ્રધાન મોદી સામે આ ત્રણેય રાજ્યોમાં તેના નેતાઓ માથું ઉંચકતા હોવા મળ્યા હતા. તેમાં ગુજરાતમાં સૌથી વધારે મોદીને તેના જ નેતાઓ પડકારી રહ્યા હતા.
સામાજિક વાસ્તવિકતાની બદલાતી પેટર્ન આ ત્રણ રાજ્યોએ અપનાવી છે.
પ્રિયંકા ગાંધી, ઠાકરે, અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીની જોડીએ સફળતાપૂર્વક તેમના દરેક સંદેશો દૂરના ગામડાઓમાં પહોંચાડ્યો છે. મોદીની અને શાહની દરેક રેલીમાં કમળ હતું. પણ યુવાનોની રેલામાં બંધારણની નકલ દરેક જગ્યાએ હતી.
ગંગા, યમુના, સાબરમતી, તાપી, નર્મદાના પાણી બદલાઈ રહ્યા છે.
ખતમ થઈ ગયેલી ઇલેક્ટોરલ મેમરી ઝડપથી પરત આવી છે. લોકો વિપક્ષ સહિત કોંગ્રેસને મત આપવાનું ભૂલી ગયા હતા. આ વખતે આંશિક સ્તરે ફરીથી સફળ થયું છે.
લોકો લોકશાહી ઈચ્છે છે, બુલડોઝર નહીં. લોકો બેલેટ ઈચ્છે છે મત મશીન નહીં. લોકો ખુલ્લાપણું અને વિશાળ દીલ માંગે છે. નવા વિચારો માંગે છે. દુનિયા સાથે પગલા પાડવા માંગે છે. આ ત્રણ રાજ્યોના લોકો કહી રહ્યાં છે. સાંપ્રદાયિક રીતે એકતા ધરાવતા સમુદાય હવે પોતાનું ખોવાયેલું સ્થાન પાછું મેળવ્યું છે.
રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ મળ્યો છે. સરકારી આવાસ, ખોરાક, વીજળી, પાણી અને અનાજ મળ્યા છે. જીવનની વેદનાઓ ઓછી કરી છે. પણ આ ત્રણ રાજ્યોની પ્રજા તેનાથી વધારે કંઈક માંગી રહી છે. મામલો રાશનની બહાર જઈ રહ્યો છે. રોજગારની માંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતા હતા. તેઓ સરમુખત્યાર શાહી નહીં પણ લોકશાહી ઈચ્છે છે.
300 પછાત જાતિઓમાંથી માત્ર 20 કે 25 જ્ઞાતિઓને જ રાજકીય અને ચૂંટણીમાં ફાયદો થયો છે. બાકીના પાછળ રહી ગયા છે. તેઓ હવે ધર્મ નહીં. જ્ઞાતિ નહીં. વંચિત વર્ગો, દલિત, વિચરતી અને મુક્ત સમુદાયો પ્રગતિ ઈચ્છે છે. સમાજ નહીં પણ બીજું કંઈક ઈચ્છી રહ્યા છે. આ શું છે તે જે રાજનેતા સમજી શકશે તે જ હવે જીતી શકશે.
બંધારણનું પુસ્તક એક પ્રતીકો દ્વારા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ લોકોને સમજાવવામાં સફળ થયા છે. રાહુલ ગાંધીએ દરેક ભાષણમાં સંવિધાનની કોપી લાલ બોક્સમાં લહેરાવવાનું શરૂ કર્યું ત્યારે લોકોને લાગ્યું કે બસા આ જોઈએ છે, ભેંસ નથી જોઈતી. મંગળસૂત્ર નથી જોઈતું. લોકોને પોતાનો અવાજ જોઈએ છે. તેની વાત સાંભળે એવી સરકાર જોઈએ છે.
બંધારણ બદલવાની વાત કરનાર અયોધ્યાથી ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહ ચૂંટણી હારી ગયા.
આ ચૂંટણી ભાજપ માટે ખતરાની ઘંટડી સમાન છે. જો વહેલાસર પરિવર્તન નહીં કરે તો કોંગ્રેસની જેમ ફેંકાઈ જશે. ચૂંટણીમાં તેમના પગ નીચે જમીન ખસી રહી છે.