પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. સતત પાંચમાં દિવસે પણ આજે ભાવમાં વધારો નોંધાયો છે. પેટ્રોલ -ડિઝલના ભાવમાં પ્રતિ લિટરે 60 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં ભાવ 74 રૂપિયા પર લિટરે પહોંચ્યો છે.
નોંધનીય છે કે પેટ્રોલ ડિઝલના ભાવ સાતમાં આસમાને પહોંચ્યા છે, સતત વધતા જતા ભાવવધારાને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ લોકડાઉનને કારણે લોકો આર્થિક રીતે ભાંગી પડ્યા છે ત્યારે બીજી તરફ પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો લોકો માટે બેવડો આર્થિક ફટકો છે.