માર્ચ મહીનામાં હવામાનમાં મોટો ફેરફાર થયો છે. અમુક સ્થળે દિવસના સમયે તડકો અનુભવાઈ રહ્યો છે પરંતુ તેમ છતા હવામાન હજુ સ્થિર ન કહી શકાય. ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈ અનેક ક્ષેત્રો માટે ચેતવણી જાહેર કરી છે.
હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે આગામી થોડા દિવસો સુધી હવામાન હજુ પણ ખરાબ રહેશે. પાંચ દિવસના બુલેટિનમાં જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટીસ્તાન, હિમાચલ પ્રદેશના અલગ-અલગ સ્થળે ભારે વરસાદ સાથે બરફ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આ સાથે જ પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઓડિશાના વિભિન્ન ક્ષેત્રોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. અહેવાલ પ્રમાણે ઓડિશા, ઉત્તરાખંડ અને ગંગીય પશ્ચિમ બંગાળના ક્ષેત્રોમાં હવામાન ખૂબ ખરાબ રહેશે અને તે સૃથળોએ 45થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા સાથે પવન ફુંકાશે.