ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન અને વરસાદથી કુલ 9 લોકોના મોત થયા છે. જેમાં મહેસાણા જિલ્લાના 4 લોકોના, બનાસકાંઠામાં 2 લોકોના, જ્યારે રાજકોટ, મોરબી અને સાબરકાંઠામાં એક-એક વ્યક્તિના મોત થયા છે.
બનાસકાંઠાઃ વીજળી પડતા મોત
રાજ્યભરમાં પલટાયેલા વાતાવરણથી અનેક રીતે પાયમાલી પણ સર્જી છે. બનાસકાંઠામાં વીજળી પડતા વધુ એકનું મોત થયુ છે. સુઇગામના ચાળા ગામે કાનજીભાઇ માળી નામના વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. આમ પલટાયેલા વાતાવરણથી લોકોને ગરમીથી રાહત મળી છે. પરંતુ અનેક રીતે નુકશાન વેઠવું પડ્યું છે અને મુશ્કેલી પણ સર્જી છે.
ધ્રાંગધ્રાઃ રેલવે ફાટક મહિલાનું પર પડ્તા મોત
ધ્રાંગધ્રા બાયપાસ રોડ પર વાવાજોડાએ વધુ એકનો ભોગ લીધો છે. જે રેલવે ફાટક માથે પડતા મહિલાનું મોત નિપજ્યું છે. ભારે પવનથી ફાટકનો ભાગ ટૂટીને મહિલા પર પડ્યો હતો.
મોરબીઃ ગીડચ ગામે વીજળી પડતા ખેતમજૂરનું મોત
મોરબીના ગીડચ ગામે વીજળી પડતા ખેતમજૂરનું મોત થયું છે. ભાનુભાઈ મિયાત્રાના ખેતરમાં વીજળી પડતા ખેતમજૂરનું મોત થયું છે. ખેતમજૂર ગણપત માસિયાવાનું વીજળી પડતા મોત નીપજ્યું છે. તો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
મહેસાણાઃ મકાનનું પતરૂ ઉડીને પડતા મહિલાનું મોત, અન્ય 3ને ઈજા
મહેસાણામાં પણ વાવાઝોડુ ફૂંકાયુ હતુ. આ વાવાઝોડામાં એક વ્યક્તિનું મોત થયુ હતુ. મળતી માહિતી મુજબ મહેસાણાના વિજાપુરના ખરોડ ગામે વાવાઝોડાને લઈને મકાનનું પતરૂ ઉડ્યુ હતુ. જેમાં એક મહિલાનું મોત થયુ હતુ. જ્યારે અન્ય 3 લોકોને ઈજા પહોંચી હતી. જો કે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
રાજકોટના ખાખડાબેલા ગામે એક મહિલાનું મોત
રાજકોટમાં ભારે વરસાદ પડ્યો હતો. આ કમોસમી વરસાદમાં રાજકોટના ખાખડાબેલા ગામે એક મહિલાનું મોત થયુ હતુ. જ્યારે ભારે વરસાદથી અનેક મકાનોની દિવાલો ધરાશાયી થઈ હતી.