રાજ્યમાં લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. અમદાવાદ સહિતના મોટા શહેરોમાં તંત્રએ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. તો બીજ તરફ આજે બોટાદ શહેર તેમજ આસપાસના વિસ્તારના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અને સાંજના સમયે ભારે પવન સાથે ધીમીધારે વરસાદ થયો હતો. પવન સાથે વરસાદ પડતાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઇ હતી. હળવો વરસાદ થતા બોટાદ તેમજ આસપાસના વિસ્તારના લોકોએ ગરમીમાં આંશિક રાહત મેળવી હતી.
