- રાજકોટના નવા હવાઈ અડ્ડા પાસે અબજોના જમીન કૌભાંડ
- રૂપાણી રાજમાં સૌથી મોટું જમીન કૌભાંડ બહાર આવતાં તેમને હાંકી કઢાયા
Rajkot: રાજકોટનું નવું હવાઈ મથક 35 કિલોમીટર દૂર અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર બનાવવામાં આવ્યું છે. બનાવવા માટે 4 લાખ ચોરસ મીટર જમીન સંપાદન કરાઈ છે. હિરાસર ગામના ગામની 17 સરવે નંબર છે. સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના ગારીડા અને ડોસલીઘુ ગામોની જમીન છે. જંગલ ખાતાની જમીન 1700 એકર જમીન છે. જે સૌથી વધુ છે. તે જમીનના બદલામાં કચ્છમાં વન વિભાગને જમીન આપવાનું નક્કી કર્યું હતું.
હવાઈ મથક આસપાસ આવેલી જમીનમાં મોટા કૌભાંડ થયા છે.
સરકારી ખરાબા આસપાસ આવેલી 150 એકર નકામી જમીન સોનાની લગડી સાબિત થાય તેમ છે. આ જમીન ભાજપ સાથે સંકળાયેલા બિલ્ડર હતા. જે હવાઈ મથક જાહેર થાય તે પહેલાં જ ખરીદી લેવામાં આવી છે. અગાઉના ઘણા આવા પ્રોજેક્ટ જાહેર થાય તે પહેલાં સરકાર સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ કે નેતા જમીન ખરીદતા આવ્યા છે. તેમાં અહીં પણ થયું છે.
ચોટીલા નજીક હીરાસર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પાસે નજીક 528 હેક્ટર સરકારી જમીન ખાનગી વ્યક્તિને આપીને રૂપાણી રાજમાં 2018માં 5 હજાર કરોડનું જમીન કૌભાંડ કર્યું હોવાના આરોપ હતા.
હીરાસર હવાઈ મથક પાસે ગુજરાતનું સૌથી મોટું જમીન કૌભાંડ થયું છે. ગુજરાતની રૂપાણી સરકારમાં સૌથી મોટું 800 એકર સરકારી જમીન કૌભાંડ બહાર આવ્યું હતું. રૂ.200 કરોડની જમીન માત્ર રૂ.11 કરોડમાં આપી દીધી હતી. આમ બે કૌભાંડ થયું છે. હીરાસર પાસે બીજું એક જમીન કૌભાંડ થયું તેમાં રૂપાણી અને ચંડાળ ચોકડીનું નામ બહાર આવ્યું હતું.
કદાચ ગુજરાતનું સૌથી મોટું જમીન કૌભાંડ ભારતીય જનતા પક્ષના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના સમયમાં થયું હતું. આવા કૌભાંડો બહાર આવતાં રૂપાણીને હાંકી કાઢવામાં આવ્યા હતા. તેની જગ્યાએ બિલ્ડર એવા ભુપેન્દ્ર પટેલને લાવવામાં આવ્યા હતા. તે પહેલા આનંદીબેન પટેલની સરકારમાં તેમના કુટુંબના લોકો પર જમીન ખરીદીના આરોપો હતા. તેમને પણ સત્તા પરથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
હીરાસર એરપોર્ટનું કૌભાંડ અબજોમાં છે. આસપાસની જમીનોની તપાસ કરવામાં આવે એવી માંગણી હતી પણ ભાજપની બે સરકારોએ તેની તપાસ થવા દીધી નથી.
સરકારી જમીનનું કૌભાંડ બહાર આવતા જમીન ખાલસા કરવી પડી હતી. બે અધિકારી વિક્રાંત પાંડે, ઉદીત નારાયણની બદલી કરવામાં આવી હતી.
જેમાં 52 દિવસથી ભાગતાં સુરેન્દ્રનગરના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર ચન્દ્રકાન્ત જી. પંડ્યાની ધરપકડ કરી હતી. ચોટીલાના તત્કાલીન નાયબ કલેક્ટર વી. ઝેડ. ચૌહાણ અને ઇન્ચાર્જ મામલતદાર જે. એલ. ઘાડવીને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કર્યા હતા.
ગેરરીતિમાં સંડોવાયેલા આ અધિકારીઓ ચંદ્રકાન્ત પંડયા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.માં જનરલ મેનેજર તરીકે અને વી. ઝેડ ચૌહાણ પોરબંદરમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ પર હતા.
બામણબોર અને જીવાપર ગામની ફાજલ સરકારી જમીન જે ખેત જમીન ટોચ મર્યાદા એ.એલ.સી.નું ખોટું અર્થઘટન કરીને ખાનગી વ્યક્તિ નામે કરી દીધી હતી. એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. સરકારને રૂ.3.23 કરોડનું નાણાકીય નુકસાન કર્યો હતો. 17 વર્ષ બાદ ફરીથી કેસ ચલાવી સુપ્રીમ કોર્ટના આદેશનું અવમાન કર્યું હતું.
જીવાપર ગામની આ જમીનનો ભાવ રૂ.280 કરોડ હતો. એરપોર્ટ બની જતાં તેનો 10 ગણો ભાવ થઈ ગયો છે.
બામણબોરની જમીન ફાજલ જાહેર કરીને 528 એકર જમીન અંગે વડી અદાલતના આદેશનું ખોટું અર્થઘટન કરીને ત્રણ હુકમ કરી દીધા હતા. ત્યાં નજીકમાં જ રાજકોટનું એરપોર્ટ બનવાનું હતું.
2017માં 528 એકર જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ સુપ્રીમ કોર્ટમાંથી રિમાન્ડ થઈને આવ્યા બાદ તત્કાલીન ચોટીલા મામલતદારે આ કેસ ચલાવી જે ચુકાદા આપી 528 એકર જમીન ગીરાસદારને આપી દીધી હતી. જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ 54 એકરથી વધું જમીન રાખી શકાતી નથી. તેમ છતાં ખાચર પાસે 528 એકર જમીન કઈ રીતે રહી હશે એ તપાસનો વિષય છે.
મામલતદાર દ્વારા 18 ઓગસ્ટે કલેક્ટરને રિવિઝન નોંધ કરવા માટે મોકલી છે. તે અંગેના તમામ દસ્તાવેજ કલેક્ટરને આપવા માટે આદેશ કર્યો હતો. તે તપાસ કરતાં જણાયું હતું કે તે જમીન મોરબી અને રાજકોટના ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવી છે. સુરેન્દ્રનગરના પાંચ ગામ રાજકોટ જિલ્લામાં ખસેડવામાં આવ્યા હતા. તેનું મહેસુલી રેકર્ડ રાજકોટ મોકલવાનું હતું. તે સમય દરમિયાન આ કૌભાંડ આચરી દસ્તાવેજો રાજકોટ કલેકટરને મોકલી આપવામાં આવ્યા હતા.
આ જમીન 14 ઉદ્યોગપતિઓ દ્વારા ખરીદી લેવામાં આવી છે. જે એરપોર્ટ બની જતાં સોનાની લગડી જેવી કિંમત થઈ જશે. આ અંગે સરકારે હજુ સુધી તપાસના આદેશ કર્યા નથી.
ધોલેરા હવાઈ મથક કેમ ન બન્યું
સૌરાષ્ટ્રના ધોલેરામાં એર પોર્ટ બનાવવા માટે ગુજરાત સરકારે ક્યારનું એ જાહેર કર્યું છે પણ ત્યાં કોઈ અગમ્ય કારણોસર ઢીલ કરવામાં આવી રહી છે. અમદાવાદનું એરપોર્ટ પણ હવે નાનું પડવા લાગ્યું છે. તેથી ધોલેરામાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને અમદાવાદ માટે એરપોર્ટ બનાવવાનું છે.