દેશમાં દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે જેમાં ચાલુ બસમાં 30 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મ કરી હોવાની ઘટના સામે આવતા લોકોમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવને લઈ મહિલાએ પોરબંદર પોલીસને ફોન કરી તેમને તમામ હકીકત જણાવી હતી. જેથી પોલીસે તમામ બસોનું ચેકિંગ હાથ ધરી બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા હતા
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર, છોટાઉદેપુર નજીક બસ ચાલકે નાસ્તા માટે એક હોટલમાં બસ રોકી હતી જેથી તમામ મુસાફરો નાસ્તો કરવા માટે નીચે ઉતરયા હતા. જેથી મહિલાનો એકલતાનો લાભ લઈ તેને બળજબરી પૂર્વક બસની છત પર લઈ ગયો હતો. જાળવા મળી રહ્યું છે કે, આ મહિલા નશાની હાલતમાં હતી જેથી તેની સાથે આ કાવતરુ ઘડવામાં આવ્યું હતું. આ મહિલા ભાનમાં આવતા તેને પોતાની પર બળાત્કાર થયું હોવાની ખબર પડી હતી. જેથી તેણીએ તાત્કાલિક પોરબંદર પોલીસને જાણ કરી હતી.
મહિલાના ફરિયાદના આધારે પોલીસે તમામ બસોનું ચેકિંગ હાથ ધર્યુ હતું અને આરોપી બસ ડ્રાઈવર અને વધુ એક સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી. રાણાવાવ પોલીસે રાણાકંડોરણા નજીકથી જ બસ રોકાવીને બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા. તેમને બસ સહિત રાણાવાવ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. આ અંગે વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.