આખરે ભાજપમાંથી છેડો ફાડીને રેશમા પટેલ એનસીપીમાં જોડાઈ અને હવે એનસીપીની ટિકિટ પરથી રેશમા પોરબંદર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે.
એટલું જ નહીં માણાવદર વિધાનસભાની પેટાચૂંટણી પણ લડશે, તેવી જાહેરાત કરવામાં આવી છે. એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીએ પણ આ અહેવાલની પુષ્ટી કરી છે.