લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ અંગે રેશ્મા પટેલે ભાજપ વિરોધી એક ચોંકાવાનારું નિવેદન આપ્યું હતું
ભારતીય જનતા પાર્ટીના પાપનો ઘડો ભરાઇ ગયો છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ અને કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કરતી ભાજપ કોંગ્રેસ ના ઘુંટણીયે પડી અને કોંગ્રેસના બેનરે તૈયાર થયેલા નેતાઓને ભાજપમાં સામેલ કરવા તલપાપડ બની છે પરંતુ આ ભાજપા ને આટલી ઉચ્ચાઇ સુધી પહોંચાડવા વાળા ભાજપના કાર્યકરો અને જનતા જોડે જે અન્યાય થઇ રહ્યો છે એનુ માઠુ પરીણામ ભાજપે ભોગવવું પડશે એ ચોક્કસ છે. લોકશાહી દેશમાં પ્રજા રાજા છે અને આ પ્રજા ભાજપને ઘૂંટણીયે પાડીને રહેશે.
– *રેશ્મા પટેલ*