કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા રાજ્યમાં ધોરણ અને ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ થોડાં દિવસો પહેલાં ઓનલાઇન જાહેર કરી દેવાયું હતું. ત્યારે પરિણામ જાહેર કરાયા બાદ વિદ્યાર્થીઓને શાળામાંથી માર્કશીટ આપવામાં નથી આવી. ત્યારે હવે શિક્ષણ બોર્ડ દ્વારા માર્કશીટ વિતરણની તારીખ નક્કી કરી દેવામાં આવી છે. જેમાં ધોરણ 10નાં વિદ્યાર્થીઓને 22 જૂનનાં રોજ શાળામાંથી માર્કશીટ આપવામાં આવશે.
જો કે રાજ્યમાં ચાલી રહેલા કોરોના કહેર વચ્ચે વિદ્યાર્થીઓની માર્કશીટ વિતરણમાં કેટલાંક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં બોર્ડ દ્વારા દરેક DEO કચેરીમાં તાલુકા અનુસાર એક સેટ તૈયાર કરીને આપવામાં આવશે. જેને લીધે શાળાઓને જિલ્લા કચેરીની જગ્યા પર તાલુકા કચેરીમાંથી માર્કશીટ મળી રહેશે. પરંતુ માર્કશીટ લેવા માટે આવતા શાળાના આચાર્યોએ ફરજિયાત માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવું પડશે.