કોંગ્રેસ નેતા હાર્દીક પટેલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં છેલ્લા ઘણા સમયથી લાપતા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી હતી. SC દ્વારા 2015ના પાટીદાર આંદોલન કેસમાં મામલે હાર્દિક પટેલને 6 માર્ચ સુધી આગોતરા જામીન આપ્યા હતા. જેની મુદ્દત આજે પૂરી થતા ફરી એકવાર હાર્દિક પટેલ દ્વારા જામીન માટે અરજી કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા હાર્દિક પટેલની ધરપકડ પર 20મી માર્ચ સુધી રોક લગાવવામાં આવી છે.
અગાઉ નીચલી કોર્ટમાં મુદત દરમિયાન ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીમાં અવરોધ ઉભા કરવા બદલ હાર્દિકની વિરમગામમાંથી ધરપકડ કરવામાં આવી હતી. અને ત્યારબાદ ગુજરાતની વિવિધ કોર્ટ અને જેલોમાં હાર્દિક પટેલની અટકાયત અને જામીનનો દોર ચાલ્યો હતો. જેમાં હાર્દિક પટેલ દ્વારા કોર્ટમાં લેખિતમાં બાંહેધરી આપી હતી કે હવે તે કોર્ટમાં હાજર રહેશે. આ બાહેંધરીના આધારે કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા. જોકે તેમ છતાંય હાર્દિક પટેલ ફરીવાર કોર્ટમાં ગેરહાજર રહેતા કોર્ટે તેમની સામે વોરંટ કાઢ્યું હતું.
સિદ્ધપુર કેસમાં જામીન પર છૂટ્યા બાદ હાર્દિક પટેલ સામે વર્ષ 2015માં જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ પર નોંધાયેલા રાયોટિંગ કેસમાં તેની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટે નામંજૂર કરી હતી. જેને પગલે હાર્દિક પટેલ છેલ્લા કેટલાય સમયથી લાપતા છે.