વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જૂના મિત્ર અને ઇડર માં RSS ના સ્વયં સેવક તરીકે નામ ધરાવતા રમણીકભાઈ ભાવસાર ને કોરોના નો ચેપ લાગ્યા બાદ તેઓનું દુ:ખદ અવસાન થતાં અહીં સંઘના કાર્યકર્તાઓ માં ગમગીની પ્રસરી ગઈ છે ત્યારે મોદીજી એ પણ શોક વ્યક્ત કર્યો હતો અને આ દુ:ખદ સમયની ઘડીમાં પીએમ મોદીએ રમણીકભાઈના પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી દુ:ખની ઘડીમાં હિંમત રાખવા જણાવ્યું હતું,હાલ કોરોના મહામારી માં રમણીકભાઈને પણ કોરોનાનો ચેપ લાગતા સારવાર હેઠળ હતા અને આખરે કોરોના સામે ના જંગ માં જિંદગી હારી ગયા હતા. રમણીકભાઈ ભાવસાર ઈડરમાં RSSના સ્વયંસેવક હતા અને સ્થાનિક સ્તરે સારું નામ હતું અને તેઓ RSS માં હોઈ નરેન્દ્રભાઈ મોદી ના મિત્ર પણ હતા. રમણિક ભાઈ ની અણધારી વિદાય ને લઈ સર્વત્ર શોક ની લાગણી જન્મી હતી.
