સાબરકાંઠાના વડાલીના ટોકરા ગામે કોરોના કેરથી છેલ્લા દસ દિવસમાં સાત લોકોના મોત થયા. 32 પરિવારમાંથી સાતના મોતથી હડકંપ મચ્યો છે. સ્થાનિકોની રેપિડ ટેસ્ટ કરવા આજીજી છતાં આરોગ્યતંત્ર ઘોર નિંદ્રામાં હતુ. સ્થાનિકોએ આરોગ્ય અધિકારીને જાણ કરવા છતાં રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા નથી. જિલ્લા આરોગ્ય અધિકારી મીડિયાથી દૂર ભાગતા હોવાનું જાણવા મળ્યું.અરવલ્લીના મોડાસાના માથાસુલીયા ગામે કોરોનાએ કેર વર્તાવ્યો છે. 12 દિવસમાં એક જ કુટુંબના 5 લોકોના કોરોનાથી મોત થયા હતા. માથાસુલીયા ગામમાં 10 થી વધુ લોકો કોરોનાગ્રસ્ત છે. આરોગ્ય તંત્રનો એક પણ કર્મચારી ગામમાં નહી આવતા લોકોમાં રોષ ફેલાયો હતો. આરોગ્ય તંત્ર દ્વારા ગામમાં ચકાસણી હાથ ધરવામાં આવે એવી ગ્રામજનોએ માંગ કરી હતી.કોરોના સંક્રમણને કાબૂમાં લેવા દાંતા તાલુકાના નવાવાસ ગામમાં વધુ 5 દિવસનું લોકડાઉન રાખવામાં આવ્યું હતું. ગામના સરપંચે વેપારીઓ સાથે વિચાર વિમર્શ કરી લાકડાઉનની જાહેરાત કરી હતી.5 દિવસ ગવાવાસ ગામમાં આવશ્યક ચીજો સિવાયની તમામ દુકાનો બંધ રહેશે.
