Sajid Kothari: 80 અને 90ના દાયકામાં પોરબંદર શહેર અને તેની ખાસ જેલ ભારતમાં કુખ્યાત હતી.
Sajid Kothari માફિયાઓ આ શહેરમાં રાજ કરતા અને જેલ બંધ કરવી પડતી હતી. 1029માં પોરબંદર શહેરની સ્થાપના થઈ હતી. ત્યારથી પોરબંદરમાં શાંતિ ઓછી અને અશાંતિ વધારે રહી છે. દ્વારકાના રાજા કૃષ્ણના મિત્ર સુદામા અહીંના હતા એવું હિંદુ શાસ્ત્રો કહે છે.
સજ્જુને તેના છૂપા મિત્રોએ મદદ કરવા માટે પોરબંદર મોકલી આપ્યો હોવાનો આરોપ છે. સજ્જુ તે પહેલાં પાસા અને તડીપાર કરાયો હતો. સજ્જુનો ભાઈ પણ વોન્ટેડ હતો. 2018ના એક કેસમાં સજ્જુ કોઠારી એ સુરતના બે પોલીસને પણ માર માર્યો હતો. પોરબંદર જેલમાં પણ તેણે આવું જ કર્યું હતું.
કોઠારી ગેંગ સુરતની જેલમાંથી સજ્જુ કોઠારી ચલાવતો હતો. સુરત જેલમાં સજ્જુ કોઠારી ગેંગના જેલમાં બંધ સભ્યો સાથે હોવાથી વધારે મજબૂત બની રહ્યા હતા. તેથી બધાને રાજ્યની બીજી જેલમાં મોકલવામાં આવ્યા હતા. જેથી ગેંગનું નેટવર્ક તૂટી શકે.
સુરત જેલ
જેલમાંથી સુરતમાં આતંક મચાવીને ખંડણી માંગતો હતો. સુરતમાં હાહાકાર મચાવી કોઠારી ગેંગનો મુખીયા સજ્જુ સુરતની લાજપોર જેલમાં બંધ હતો. જેલમાંથી ગેંગ ચલવતો હોવાનું જણાતાં તેને પોરબંદર જેલમાં મુકવામાં આવ્યો હતો.
કમાયેલા પૈસા હવે પોરબંદર જેલમાં કામ આવી રહ્યા છે. મહિને રૂ. 10 લાખનો ખર્ચ જેલમાં કરવો પડે તો પણ તેને કોઈ વાંધો આવતો નથી. તેમાંથી જે બધું જ ખરીદી શકે એવી તાકાત તેની પાસે છે.
સજ્જુને પોરબંદર જેલમાં મૂકી દીધો પણ તેને ફાવતું મળી ગયું હતું.
પોરબંદર ખસેડાયા પછી તેમાં કોઈ ફેર પડ્યો ન હતો. હવે પોરબંદરની જેલમાંથી તે એશોઆરામની જિંદગી સાથે ગેંગ ચલાવી રહ્યો છે. તેને પોરબંદરના કેદીઓ સાજુ તરીકે પણ ઓળખે છે.
તમાકુના ભાવ ઉંચકાયા
પોરબંદરમાં તેના આગમન સાથે જ બજારમાં મળતી તમાકુની રૂ. 10ની પડીકી હવે જેલમાં રૂ. 500 સુધીના ભાવે વેચાઈ રહી છે. વડના સૂકા પાનમાંથી બીડી બનાવીને તેનો ઉપયોગ કેદીઓને પોતાની તરફે કરવા કરી રહ્યો છે.
અઠંગ ગુનેગાર
સાજુ કોઠારી સામે હત્યા, અપહરણ, ખંડણી, વ્યાજ, જુગાર, મારામારી , લૂંટ, રમખાણો અને જમીન પડાવી લેવા સહિતના અનેક ગુના હતા. 58 ગુના તેની સામે નોંધાયા હોવાનું સુરત પોલીસ કહે છે. પણ સજ્જુ કોઠારી એ 67 ગુના કર્યા હોવાની વાત પોરબંદરની જેલમાં વહેતી કરી છે. અસામાજિક તત્વોને સરકારનો જરા પણ ડર ન હોય તેમ સુરતમાં ગુનાખોરી કરી રહ્યો હતો.
સુરત શહેરમાં કહેર મચાવ્યો હતો. બે નંબરના ધંધાના અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. અવાર નવાર પોલીસ પર હુમલો કરવાની ટેવ ધરાવે છે. પોરબંદરમાં પોલીસ તેને મદદ કરી રહી છે.
2021 સુધીમાં સાજુ કોઠારી ગેંગ સામે 15 ગુના નોંધાયા હતા.
6 વર્ષમાં 183 કુખ્યાત ગેંગસ્ટરને યોગી સરકારે ઠાર કર્યા હતા.
પણ ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સરકારમાં 22 એન્કાઉન્ટર થયા બાદ હવે ગુજરાતમાં ગુંડાઓને ઠાર કરી ઠારવાનું બંધ છે. હવે ગુજરાતમાં ગુનાખોરીનું શહેર અમદાવાદથી ખસેડાઈને સુરત બની ગયું છે. પોરબંદરમાં ગેંગ વોર હતી. હવે ત્યાં જેલમાંથી ઘણા લોકો ગેંગ ચલાવતા હોવાની ઘટનાઓ અગાઉ નોંધાઈ છે.