Sajid Kothari: ગુજરાતની જેલોમાં તમાકુ અને દારૂનું મોટું દુષણ છે.
Sajid Kothari: બહાર 100 રૂપિયાની મળતી આ વસ્તુ જેલમાં રૂ. 1 હજારમાં છુટથી મળી રહે છે. ગુજરાતની જેલો સુધારાવાદી નહીં પણ બગાડ કરતી જેલ બની ગઈ છે.
ભારતમાં 1300 જેલોમાં કેદીઓની સંખ્યા 4 લાખ છે. ભારતમાં 145 સેન્ટ્રલ જેલ છે. 415 જિલ્લા જેલ, 565 સબ-જેલ, 88 ઓપન જેલ, 44 ખાસ જેલ છે, જેમાં પોરબંદર પણ ખાસ જેલ છે, 29 મહિલા જેલ, 19 બાળ ગૃહ અને અન્ય જેલો છે.
ભારતની સૌથી મોટી જેલ તિહાર જેલ છે. અહીં નવ સેન્ટ્રલ જેલ છે, 5200 કેદી રહી શકે છે. પણ હોય છે 14 હજાર કેદીઓ. દિલ્હીની તિહાર જેલ કુલ 400 એકરમાં ફેલાયેલી છે. દક્ષિણ એશિયાની સૌથી મોટી જેલ છે. ગુજરાતમાં પણ હવે કચ્છના રણમાં એક જ સ્થળે 10 હજાર કેદીઓ રહી શકે એવી 1 હજાર એકરની જેલ બનાવવાની જરૂર છે. જ્યાં ગુજરાત અને દેશના ખતરનાક કેદીઓને રાખી શકાય. સુધાર ગૃહ તરીકે કામ કરી શકે એવી જેલ બનાવવાની ખાસ જરૂર છે. કારાવાસ, કેદખાનું, સુધાર ગૃહ ગુજરાત બનાવી શકે તેમ છે. જેલોમાં પણ જાતિ આધારિત ભેદભાવ થાય છે, તે ન થાય. વિદેશમાં ભાગી ગયેલા લિકર કિંગ વિજય માલ્યાએ તેના પ્રત્યાર્પણ અંગે ભારતની જેલોની બદતર હાલતના મુદ્દે વિરોધ કર્યો હતો. માલ્યાને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવાનું આયોજન હતું.
જગ્યાની સંકડાશ સાથે જ અપૂરતી આરોગ્ય સુવિધાઓ જેલોને કેદખાનું બનાવે છે.
પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઓફ ઈન્ડિયા 202 મુજબ જેલોમાં 34 ટકા ડૉક્ટરોની અછત છે.
ગુજરાતમાં નામ માત્રના ડોકટરો અને આરોગ્યકર્મીઓ છે. જે છે તેમાંથી ઘણાં કેદીઓની સાથે સાંઠગાંઠ કરીને ભ્રષ્ટાચાર કરે છે. કેદીઓ વધે છે પરંતુ ડોક્ટર અને મેડિકલ- પેરા મેડિકલ સ્ટાફ ઘટે છે. અપર્યાપ્ત આરોગ્ય સગવડો અને સ્ટાફની અછતને લીધે કેદીઓને ઘણું વેઠવું પડે છે. ગુજરાત તેમાં એક છે.
જેલમાં કેદીઓને શારીરિક-માનસિક અત્યાચાર, ખરાબ અને અપર્યાપ્ત ભોજન, બહારની દુનિયા સાથે સંપર્ક પરના નિયંત્રણો, અપૂરતી આરોગ્ય સગવડોને કારણે થતા રોગો, વેઠ અને ગુલામી જેવી સમસ્યા વેઠવી પડે છે.
75 ટકા કાચા કામના કેદીઓ છે. દોષિત છે કે નિર્દોષ તે અદાલતો દ્વારા નક્કી થવાનું બાકી છે.
મહિલા કેદીઓ માટે કોઈ ખાસ સગવડો હોતી નથી. 2020માં 20 હજાર મહિલા કેદીઓ હતી. આત્મહત્યા અને અકુદરતી મોતમાં હમણાંથી 7 ટકાનો વધારો થયો છે.
ભારતીય સમાજમાં અમીર-ગરીબ અને વર્ણ-જ્ઞાતિ ભેદ છે, તે જેલોમાં વધારે તીવ્ર છે. એક બીડીની મફત ફંક માટે ગુજરાતની જેલોમાં શ્રીમંત કેદીઓના પગ દબાવી આપે છે.
અમીર અને વગવાળા કેદીઓને જેલમાં મહેલની સગવડો મળી રહે છે. પરંતુ ગરીબ અને કથિત નિમ્ન જ્ઞાતિના કેદીઓને વિશેષ સહેવું પડે છે. ટ્રાયલ કેદીઓને જેલના શ્રમથી મુક્તિ મળે છે. પણ, લાંબી સજા ભોગવતા રીઢા કેદી કશુ કામ કરતા નથી અને કાચા કામના કેદીઓ પાસેથી કામ કરાવે છે.
જેલોમાં સફાઈ કામદાર, રસોઈયા, વાળંદ અને આરોગ્ય સહાયક જેવા કામોની વહેંચણી જ્ઞાતિના ધોરણે થાય છે. હિંદુ કેદીને જ રસોઈનું કામ સોંપવામાં આવે છે.
રાજ્યોએ તેમની જેલ નિયમાવલી સુધારી નથી. મોટાભાગના જેલ મેન્યુઅલ અંગ્રેજોના વખતના છે.
પણ સમાનતા અને ન્યાય જેલમાં હોવા જોઈએ.
ગાંધીજી માનતા હતા કે દરેક કેદીનું એક ચોક્કસ ભવિષ્ય હોય છે. અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં પણ કેદીઓના પુન:સ્થાપનનું કામ થઈ રહ્યું છે.
જેલોમાં કેદીઓને રહેવા માટેની સંકડાશ નિવારવી, આરોગ્ય સુવિધા પૂરી પાડવી, તેમના અધિકારોથી વાકેફ કરવા, મફત કાનૂની સહાય, બહારની દુનિયા સાથે સંવાદની તક, શિક્ષણ અને વ્યવસાયલક્ષી શિક્ષણ, મહિલા કેદીઓની દેખભાળ કરવી જોઈએ એ થતી નથી.
કેદખાનાના બદલે સંજોગવશ ગુનો આચરી બેઠેલા કેદીને ભૂલનો અહેસાસ અને પસ્તાવો થાય તેવી બનવી જોઈએ. કેદી આત્મનિરીક્ષણ કરે એવી જોવી જોઈએ.
જેલમુક્તિ પછી તે સમજદાર અને કાનૂનનું પાલન કરનાર જવાબદાર નાગરિક બને એવી જેલ હોવા જોઈએ.
ધરપકડ કરી જેલમાં ગોંધી રાખવાનું વલણ ખોટું છે. અદાલતોએ પણ જામીન પર મુક્ત કરવા સુનાવણીમાં ઝડપ કરવી જરૂરી છે. જેલ સુધારણા નવી જેલ બનાવવાથી નહીં, હયાત જેલોને વધુ સગવડ દાયી બનાવવામાં છે.