Sajid Kothariસુરત મહાનગર પાલિકાની અને સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી બાંધકામ કરીને લોખંડનો દરવાજો બનાવવામાં આવ્યો હતો.
Sajid Kothari : 7520 ચો.મીટર સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. રસ્તા પર ગેરકાયદેસર દબાણ મુકીને બારાહજારી મહોલ્લા તરફનો દરવાજો કાયમ માટે બંધ કરાવી દીધો હતો. જમરૂખ ગલીના દરવાજા તરફ સલામતી રક્ષક રાખ્યા હતા.
કલેકટરે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો, અજય તોમર અને અધિકારીઓની હાજરીમાં દબાણો દૂર કરાયા હતા. પાલિકા અને પોલીસ દ્વારા ડિમોલીશન કરાયું હતું. સજ્જુ કોઠારી ફરાર હતો. બાંધકામ તોડી પડાયા પછી તે મુંબઈથી પકડ્યો હતો.
જિલ્લા કલેકટર દ્વારા આ જમીન પોલીસને ફાળવી દેવાનો હુકમ થતા આ સ્થળ પર અઠવા પોલીસ દ્વારા કામચલાઉ પોલીસ ચોકી બનાવી કામગીરીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.
નાનપુરા જમરૂખ ગલીના તેના મકાનને તોડીને ખુલ્લી કરાઈ હતી. સુરત જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા સજ્જુ કોઠારીની આ દબાણવાળી જગ્યા સુરત શહેર પોલીસ કમિશ્નરને પોલીસ ચોકી બનાવવા માટે આપી દીધી હતી. અઠવા પોલીસ ચોકી બનાવી દેવાઇ હતી.
હથોડા ઝીંકાયા
3 માર્ચ 2022ના દિવસે તેના જમરૂખ ગલીના મકાનોના ડિમોલિશન વખતે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.
તેના અડ્ડા ભોંયભેગા કર્યા હતા. આ કામગીરીમાં કોર્પોરેશનના અધિકારી ઉપરાંત 65 જેટલા બેલદારો 3 જેસીબી મશીન હતા. 50 પોલીસ જવાનોનો કાફલો ખડકવામાં આવ્યો હતો.
ગોરખધંધાના અડ્ડાઓ ભોંયભેગા કરાયા હતા.
પાલિકાના સેન્ટ્ર્લ ઝોન દ્વારા હથોડા ઝીંકવાની કામગીરી શરૂ કરાઇ હતી. જુદા જુદા અડ્ડા પર મેગા ડિમોલેશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. અમાનત બંગલો, જુગાર ક્લબથી ઓળખાતી શાલીમાર બિલ્ડિંગ અને કોઠારી બ્રધર્સની બિલ્ડિંગમાં આખો દિવસ તોડફોડ થઈ હતી.
એલાઇમેન્ટવાળા ભાગમાં બાંધકામ તથા મિલકતમાં મંજુરી વગર ત્રીજો અને ચોથા માળનું બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા.
રોડ એલાઇમેન્ટમાં 200 ચો.ફુટ દીવાલનું બાંધકામ તથા મિલકતમાં ગ્રાઉન્ડ ફલોર પર 300 ચો.ફુટ માપ વિસ્તારમાં ઓફિસનું બાંધકામ દુર કરી પાર્કિંગ ખુલ્લું કર્યું હતું.
સરકારી રસ્તાઓ પર પણ બાંધકામ કરીને ગેરકાયદે કબજો જમાવી દીધો હતો. જ્યારે ટેરેસના ભાગમાં આશરે 2000 ચો.ફૂટ વિસ્તારમાં પતરાના શેડ બનાવેલા હતા તે દૂર કરાયા હતા. જ્યારે 2500 ચો.ફૂટ જેટલું ત્રીજા અને ચોથા માળનું આરસીસી બાંધકામ કરી દીધું હતું તે દૂર કરાયું હતું.
જાહેર રસ્તા પર 1100 ચો.ફૂટનું ગેરકાયદે બાંધકામ કરી દીધું હતું. તેનું ડિમોલિશન કરી રસ્તો ખુલ્લો કરાયો હતો. ઉપરાંત ઓપન સ્પેસ એન્ડ પ્રોજેક્શન હેતુ માટે રિઝર્વેશન હેઠળ જમીનમાં પતરાના શેડ દૂર કરી 450 ચો.ફુટ જગ્યા દૂર કરાઇ હતી. સજ્જુ કોઠારી સામે એક મહિનામાં લેન્ડ ગ્રેબિંગ સહિત 4 પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી.
અડ્ડા પર હથોડા ઝીંક્યા હતા.
ક્લબ તોડી
સજ્જુ કોઠારી દ્વારા સુમનપાના રોડ ઉપર કબજો કરી જુગારની કબલ બનાવી હતી. તે તોડી પાડવામાં આવી હતી. તેના ભાઈ આરીફ કોઠારીની રાંદેર શીતલ ટોકીઝ પાસે આવેલી જુગારની કલબ પર બુલડોઝર ફેરવી જમીનદોસ્ત કરી નાંખ્યું હતું.
આવી કાર્યવાહી છતાં સજ્જુ પાસે જે મિલકત હતી તે સુધી તો પોલીસ કે સુમનપા પહોંચી શક્યા ન હતા. કેટલીક મિલકત સીધી લીટીમાં દેખાતી હતી તે બચાવી લેવામાં આવી હોવાનું માનવામાં આવતું રહ્યું છે. જો આમ ન હોય તો સજ્જુ કંગાળ થઈ જવો જોઈતો હતો. પણ તે તો દર મહિને પોરબંદરની જેલમાં લાખોના ખર્ચ કઈ રીતે કરી શકે.