Sajid Kothari: સજ્જુને બે વખત પકડીને જેલમાં મોકલવામાં આવ્યો તે ઓપરેશન પણ જાણવા જેવા છે.
Sajid Kothari: ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ કરનારો સજ્જુ ગુજરાત પોલીસ માટે પડકારરૂપ બની ગયો હતો. ગુજસીટોક (Gujarat Control of Terrorism and Organised Crime) કાયદો તેને ભારે પડવાનો હતો. 10મી ફેબુઆરી 2021ના રોજ સજ્જુ સહિત આઠ લોકો સામે ગુનો દાખલ થયો હતો. પહેલી વખત આ કાયદા હેઠળ તે જામીન મેળવવા સફળ થયો હતો. પણ બીજી વખત ગુજસીટોક લાગતાં અગાઉના જામીન રદ થયા હતા. બીજી વખત ગુજસીટોક લડાવતાં તે સુરતથી ફરાર થઈ ગયો હતો.
મહિનામાં 15 થી 20 દિવસ મુંબઈમાં રહેતો હતો. પોલીસ તેના મુંબઈ સાથેના સંબંધોની તપાસ કરવાની હતી. પણ તપાસમાં શું થયું તે આજ સુધી જાહેર કરાયું નથી. સજ્જુ કોઠારી એ મુંબઈના મીરા રોડ પર લગભગ 1.25 કરોડ રૂપિયાનો ફ્લેટ ખરીદ્યો હતો. પોલીસ તેના ફોનમાંથી મળી આવેલા 5 થી 7 મોબાઈલ નંબરની પણ તપાસ કરવાની હતી.
16 માર્ચ 2021માં તે મુંબઈથી પકડાયો હતો.
બીજી વખત પકડાયો ત્યારે પોરબંદરની જેલમાં મોકલવા માટે સજ્જુનો તખ્તો ગાંધીનગરથી તૈયાર થઈ ગયો હતો. કોઈને ઓપરેશનની ખબર ન પડે એ રીતે સુરતથી પોલીસ મોકલવાના બદલે અમદાવાદથી પોલીસ મુંબઈ મોકલી હતી. પોલીસ જાસૂસોને પૂરી વિગતો મળી હતી તે સજ્જુ મુંબઈમાં છુપાયો છે. સજ્જુ ગેંગના યુનુસ કોઠારી, જાવીદ ગુલામ મલેક, મોહમ્મદ આરીફ શેખ, આરીફ શેખ અને મોહમ્મદ કાસીમ અલી પહેલાથી જ લાજપોર જેલમાં હતા. સજ્જુને પણ સુરત જેલમાં મોકલી આપ્યો હતો. ત્યાં ખતરનાક એવી 4 ગેંગસ્ટર જેલમાં હતા. તેથી સુરત પોલીસે જોખમ લઈને જેલમાં મુક્યો તો ખરો પણ પછી તેને પોરબંદર જેલમાં ધકેલી દેવાયો હતો. પોરબંદર જેલ લાજપોર જેલ કરતાં તેના માટે વધારે અનુકૂળ હતી.
મુંબઈના ગેંગસ્ટરની સ્ટાઈલમાં ધમકી આપી અંધારી આલમમાં ધંધો કરનારો સજ્જુ 25 જાન્યુઆરી 2022માં પકડાયો હતો.
અમદાવાદની પોલીસે સજ્જુ કોઠારીને નાગપુરની હોટેલમાંથી પકડી પાડયો હતો.
જમરૂખગલીના આખા મહોલ્લામાં સીસીટીવી કેમેરા મુકેલા છે જેથી પોલીસ આવી હોય તો પણ તેના પંટરોને એલર્ટ કરી દેતા હોવાની વાત છે. પણ મંબઈમાં આવી કોઈ સગવડતા તેની પાસે ન હતી. વ્યાજ ખોર બનીને લોકો હેરાન કરવા સાથે પોલીસ પર હુમલા કરવા માટે પણ જાણીતો છે. તેથી અમદાવાદની પોલીસ બધી જ તૈયારી કરીને ગઈ હતી.
સવાલ એ ઊભો થાય છે કે, સુરત પોલીસને પકડવા માટે કેમ ન મોકલી? શું સુરતના રાજનેતાઓને કોઈના પર શંકા હતા? શું પોલીસ ફૂટી જાય અને સજ્જુને જાણ કરી દે એવો ભય હતો?
અમદાવાદ પોલીસ
16 માર્ચ 2021માં ગુજરાત છોડીને ભાગેલા સુરતના ફરાર ગેંગસ્ટર સજ્જુ કોઠારીની મુંબઇના દહીંસર વિસ્તારમાંથી ધરપકડ કરાઈ હતી. અમદાવાદની પોલીસે મુંબઈની હોટલમાંથી ધરપકડ કરી હતી.
સાજીદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમદ કોઠારી કે જે સુરતના નાનપુરામાં જમરૂખ ગલીમાં રહે છે.
તેની ગલીમાં ચારેબાજુ તેમણે સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. કોઈ પણ વ્યક્તિ દેખાય તો તે તુરંત સાવધાન થઈ જતો હતો.
એટીએસે ટેક્નિકલ સર્વેલન્સ એટલે કે તેના મોબીઈ ફોનને ટ્રેસ કરીને તેને પકડ્યો હતો.
સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી હતી. સજ્જુ હોટલમાં એકલો જ રહેતો હતો. ફોટાના આધારે તેની ઓળખ કરાવ્યા બાદ એટીએસને માહિતી મળી કે સજ્જુ તે હોટલમાં ત્રણથી ચાર વખત આવ્યો હતો.
એટીએસે માહિતી મળ્યાના લગભગ 15 કલાક બાદ તેની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ તેની ધરપકડ કરી હતી.
સજ્જુને પકડતાં પહેલાં તેના પર સુરત પોલીસે ઇનામ જાહેર કર્યું હતું.
ઈનામ જાહેર
સુરત શહેરના ફરાર 16 આરોપીઓની પોલીસ કમિશનર અજય તોમરે રૂ. 5 હજારથી 30 હજાર સુધીના ઇનામ આપવાની જાહેરાત કરી હતી. સજ્જુ કોઠારી ગેંગનો આરોપી અલ્લાહ રખ્ખા ગુલામ મુસ્તફા પર રૂ. 20 હજારનું ઇનામ જાહેર કરાયું હતું. ગુલામહુશેન હૈદરઅલી ભોજાણી પર રૂ. 20 હજારનું ઇનામ, ગાજીપરા-અલ્તાફ ગેંગના અંકિત ઉર્ફે ડોક્ટર સામે રૂ. 15 હજારનું ઇનામ અને અશરફ નાગોરી ગેંગના આરોપી અકરમ અમીન બકાલી પર રૂ. 15 હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
ગુજસીટોક
ગુજરાતમાં સજ્જુ કોઠારી પહેલો એવો આરોપી છે જેની સામે ગુજસીટોક 2 ગુના નોંધાયા છે. પહેલીવાર લાજપોર જેલ મોકલી આપ્યો હતો. ફેબ્રુઆરી 2021માં સુરતમાં આ પાંચમી ગેંગ હતી તેની સામે ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તે કેદીઓ સમક્ષ તેનું ગૌરવ લે છે.
પોરબંદર જેલમાંથી સજ્જુએ પેરોલ માટે અરજી કરી છે. તેને પેરોલ મળી શકે છે. પણ પોલીસ વાનમાં તે જવાની ના પાડે છે તેથી પેરોલનો વિલંબ થયો છે.
દશ ટકા લેખે વ્યાજ વસુલ કરતો હતો.
પકડાયો
25 જાન્યુઆરી 2022માં મુંબઈ ગેંગસ્ટરની સ્ટાઈલમાં ધમકી આપનાર સજ્જુ પકડાયો હતો.
સજ્જુ કોઠારીને નાગપુરની હોટેલમાંથી પકડી પાડયો હતો.
જમરૂખ ગલીના આખા મહોલ્લામાં સીસીટીવી કેમેરા મુકેલા છે જેથી પોલીસ આવી હોય તો પણ તેના પન્ટરો એલર્ટ કરી દેતા હોવાની વાત છે.
વ્યાજ ખોર બનીને લોકો હેરાન કરવા સાથે પોલીસ પર હુમલા કરવા માટે પણ જાણીતો છે .
અમદાવાદ પોલીસ
16 માર્ચ 2021માં ગુજરાત છોડીને ભાગ્યા સુરતના ફરાર ગેંગસ્ટર સજ્જુ કોઠારીની મુંબઇના દહીંસર વિસ્તારમાંથી ધરપકડ કરાઈ હતી. અમદાવાદની પોલીસે મુંબઈની હોટલમાંથી ધરપકડ કરી હતી.
સાજીદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમદ કોઠારી કે જે સુરતના નાનપુરામાં જમરૂખ ગલીમાં રહે છે.
તેની ગલીમાં ચારેબાજુ તેમણે સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. કોઈ પણ વ્યક્તિ દેખાય તો તે તુરંત સાવધાન થઈ જતો હતો.
મુંબઈથી પકડાયો તો ખરો પણ તેના અનેક પ્રશ્નો હજુ તાપી નદીની કાંઠે સત્યની રાહ જૂએ છે. મુંબઈની પુરી કહાની પોલીસે કહી નથી. તેથી અંધારી આલમમાં ભાજપની સરકારની કાર્યવાહી સામે શંકાથી જુએ છે.
કલેક્ટરનો સુઓમોટો
શહેરના કુખ્તાયત બુટલેગર સજ્જુ કોઠારી વિરુદ્ધ જિલ્લા કલેક્ટર દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત સુઓ મોટો દાખલ કરી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
તેના ઘર નજીક નાનપુરા જમરૂખ ગલીમાં સરકારી જમીન કે જે વોર્ડ નં.1 સર્વે નંબર 1985(અ)-(બ) અને 1989-90-91 અને 92 નંબરની જમીન પર ગેરકાયદે કબ્જો કરી ત્યાં જુગારનો અડ્ડો શરૂ કરી દીધો હતો. કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગની 44 ફરિયાદ મળી હતી. જેમાં 38 સામે કામ લીધું હતું. જેમાં 4 અરજીઓમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાનો કલેક્ટર દ્વારા નિર્ણય લેવાયો હતો. જેમાં નાનપુરા જમરૂખ ગલી ખાતે રહેતા કુખ્યાત બુટલેગર મોહંમદ સજ્જુ ગુલામ મોહંમદ કોઠારી એક હતો.