Sajid Kothari:સુરતના ગેંગસ્ટર સામે 58 ગુના નોંધાયા હોવાથી અને સુરતની જેલમાં તે બેફામ બની રહ્યો હોવાથી તેને પોરબંદરની જેલમાં ખસેડવામાં આવ્યો હતો. તેના અનેક ગુના પોલીસ સામે આવ્યા હતા.
Sajid Kothari: મુંબઇના બિલ્ડર સાથે રૂપિયા 1.60 કરોડની ઠગાઈ, સજ્જુ કોઠારી નામના શખ્સે વેપારી સાથે ઠગાઈ કરી હતી.
સુરતના ઉમરા પોલીસમાં નોંધાઈ ફરિયાદ
ખંડણી
31 ઓગસ્ટ 2022માં અઠવા પોલીસ મથકમાં ફારૂક મૌલાના, સજ્જુ કોઠારી અને ગુલામ હુસેન ભોજાણી એ રૂ. 3 કરોડ પચાવી પાડવા માટે રિવોલ્વર તાકી હતી.
ખંડણી
સજ્જુ એ બિલ્ડર આરીફ કુરેશી પાસેથી ખંડણી માટે 7.60 લાખ રોકડ પડાવવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર બિલ્ડરે સજ્જુ પાસેથી વ્યાજેથી લીધેલા 60 લાખના 72 લાખ ચૂકવી દેવા છતાં પણ તે રૂપિયા માંગી રહ્યો હતો. જયારે આ ગુનામાં પણ સજ્જુ સહિત 4 સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
મે 2014માં ખંડણીના કેસમાં બંધ સજ્જુ કોઠારીનો નવસારી પોલીસે કબ્જો મેળવ્યો હતો.
ખંડણી
સુરતમાં કુખ્યાત ગણાતી કોઠારી ગેંગ ખંડણી માંગવાનો મુખ્ય ધંધો કરતી હતી. સજ્જુ કોઠારી અને તેની ગેંગ સામે ખંડણીની પોલીસ ફરિયાદ સુરતમાં નોંધાઈ હતી.
21 સપ્ટેમ્બર 2014માં 1 કરોડ 60 લાખના ચીટિંગ કેસમાં સજ્જુ કોઠારીની જામીન અરજી નામંજૂર: વેસુમાં પ્રાઇમ લોકેશનની જમીન સસ્તામાં અપાવવાનું કહી છેતરપિંડી કરી હતી.
27 સપ્ટેમ્બર 2017માં ફિરોઝખાને લગ્ન માટે સજ્જુ પાસેથી 9 લાખ રૂપિયા 10%ના વ્યાજે લીધા હતા, જેના બદલામાં ત્રણ વર્ષે 32 લાખ રૂપિયા ચૂકવાયા હતા.
27 સપ્ટેમ્બર 2017માં ધમકી આપવા અને ફરિયાદીની પત્નીને ઊપાડી જવાના કેસમાં અઠવા પોલીસે સજ્જુ કોઠારીની ધરપકડ કરી હતી.
24 નવેમ્બર 2018માં મોડીરાત્રી દરમિયાન ડીજે બંધ કરવા ગયેલી અઠવા પોલીસ પર સજ્જુ કોઠારી સહિત 50 થી વધુ લોકોએ હુમલો કર્યો હતો.
વેપારી બન્યો, રિક્ષા ચાલક
7.50 લાખ પડાવી લીધા બાદ પણ વધુ વ્યાજ અને રૂપિયાની માંગણી કરીને સજ્જુ કોઠારીએ ગોડાદરામાં દાદાના મંદિરની બાજુમાં કૈલાશનગરમાં રહેતા રિક્ષાચાલક ટીન્કુ કુમાર ઉર્ફે પીન્ટુ કુમાર જગદીશકુમાર મહંતોને ધમકાવ્યો હતો. તેના ફાયનાન્સર ગુલામ ભોજાણી હતા.
કાપડ વેપારીએ ધંધા માટે 4 ટકા માસિક વ્યાજે ટપોરી સજ્જુ કોઠારી પાસેથી લીધેલા 14 લાખ રૂપિયા ચુકવી શક્યો ન હતો. જેના કારણે સજ્જુ કોઠારી દ્વારા વેપારીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. વેપારીએ ડરથી ધંધો બંધ કરીને રિક્ષા ચલાવવાનું શરૂ કરી દીધું હતું.
જમીન દલાલને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જમીનદલાલને માથાભારેએ ધમકી આપી કે 48 કલાકમાં તને પુરો કરી નાખીશ. હું વોન્ટેડ છું તો પણ તારી સામે બેઠો છું. હવેથી તુ એકલો ફરતો નહિ. તારે જીવવું હોય તો આઠ માણસો સાથે લઈને ફરજે. આવી ધમકી આપી માર માર્યો હતો.
ગુનો દાખલ થતાની સાથે સંજુ કોઠારી કારમાં નાગપુર ભાગી ગયો હતો. ત્યાં હોટેલમાં રોકાયો હતો.
શહેરના અડાજણ પાટિયા ન્યુ ગોરાટ રોડ પર અલફે શાની ટાવરમાં રહેતા અને જમીન દલાલી કરતા 44 વર્ષીય ઈમ્તીયાઝ ઈકબાલ બચાવએ બિલ્ડર ઈરફાન ચામડિયા અને મકસુદ ગોડિલને ન્યુ ગોરાટ રોડ ખાતે જમીન અપાવી હતી.
આ જમીન બાબતે બિલ્ડરે દલાલને કોલ કરી કોઠારીના ઘરે જવાનું કહ્યું હતું.આથી જમીનની ડીલ બાબતે નાનપુરા જમરૂખ ગલીમાં માથાભારે કોઠારીની ઓફિસે મિટિંગ કરવા બન્ને બિલ્ડરો સાથે જમીન દલાલ ગયો હતો.