Sajid Kothari: આરોપી સજ્જુ કોઠારીના ઘરની બહાર મ્યુનિસિપલ કોર્પોરેશનનો રોડ છે. આખો માર્ગ પચાવી પાડ્યો હતો.
Sajid Kothari સુરત મહાનગર પાલિકાએ તોડી પાડ્યા બાદ દંડ કર્યો નથી. રસ્તો બંધ કરી દેવા માટે બે દરવાજા લગાવી દીધા હતા. જાહેર રસ્તાનો ઉપયોગ પોતાના અંગત કામ માટે કરતો હતો. છતાં રસ્તા અંગે ભાજપના સત્તાધીશો દ્વારા કોઈ કાર્યવાહી કરી નથી. રોડ પરથી અન્ય કોઈને પસાર થવા દેવાતા ન હતા. છતાં સુરત મહાનગરપાલિકાએ કોઈ વાંધો ઉઠાવ્યો નહોતો કે તે દરવાજા વર્ષો સુધી તોડી પાડ્યા ન હતા. દહેશત ફેલાવતા ગુનેગારો સામે ચૂંટાયેલી પાંખ પણ લાચાર હતી. રાજકીય પક્ષો અને નેતાઓ આવા ગુનેગારો સામે આંખ બંધ કરી દેતા હતા. કારણ કે, ચૂંટણી સમયે તેમાંના ઘણાં મતો અપાવવા અને ન અપાવવા કામે લાગતા હતા.
જીસીટોકમાં તેને જામીન અપવામાં આવ્યા હતા. ત્યારે અદાલતે શરત રાખી હતી કે, સજ્જુએ સુરતમાં પ્રવેશવું નહી. ગુજરાતની બહાર જવું નહીં. ગુનાખોરી નહીં આચરવી. પણ, તે સુરતમાં જ રહેતો હતો. રાંદેર અને નાનપુરાના બિલ્ડરને ધમકી વખતે સજ્જુ સુરતમાં જ હાજર હતો.
ઘરમાં ટોર્ચર રૂમ
સજ્જુએ જમરૂખ ગલીમાં આલીશાન ઘર બનાવ્યું છે. જેમાં એક બગીચો છે અને તેમાં ઝૂલો લગાવવામાં આવ્યો છે. તે ઝૂલા પર બેસીને તે બીજા ઘણા નામચીન લોકો વચ્ચે સમાધાનની દલાલી પણ કરતો હતો. તેના ઘરમાં એક રૂમ છે જેમાં તે વ્યાજ ન આપનારાઓને ત્રાસ આપતો હતો.
12 કાર
BMW સહિત 10 થી 12 કાર છે. ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી કેમેરાનું ડીવીઆર કબજે કર્યું હતું. ઊંચા વ્યાજ પર પૈસા ઉછીના આપ્યા હતા. તેના સાથીદારો ઉધાર લેનારાઓને સજ્જુની ઓફિસમાં દબાણ કરતા હતા, જ્યાં તે તેમને બેટ અને બેઝબોલથી મારતો હતો. સ્થાનિક ગેંગ સાથે ચારથી પાંચ વર્ષ સુધી કામ કર્યા બાદ તેણે 2003માં પોતાની ગેંગ બનાવી હતી. તેણે નાનપુરામાં જુગારની ક્લબ પણ શરૂ કરી હતી.
20 વર્ષથી ગુંડો
20 વર્ષથી અપહરણ, ખંડણી અને ખંડણીમાં સામેલ છે. 2002માં સજ્જુએ નાસિર સુરતીની ગેંગ છોડી દીધી હતી. ત્યાંથી તેણે પોતાની ગેંગ શરૂ કરી અને પછી 2003માં સલીમ લંગડાનું અપહરણ કર્યું. ત્યારથી તેની સામે હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને ખંડણીના અનેક કેસ નોંધાયેલા છે. આરોપી હાલમાં હવાલા કૌભાંડના આરોપી અફરોઝ ફટ્ટા સાથે પણ સંકળાયેલો છે.
સજ્જુ નાસીર સુરતી ગેંગનો સભ્ય હતો
કુખ્યાત નાસીર સુરતીએ રાણીતળાવના બિલ્ડર આરીફ કુરેશી પાસે ખંડણી પેટે ફ્લેટ-ઓફિસ અને 20 લાખ રૂપિયા માંગ્યા હતા. મારી પરમીશન વગર બાંધકામ નહીં કરવાનું કહીને નાસીર સુરતી છેલ્લા કેટલાક સમયથી યુસુફ મંઝિલમાં ખંડણી પેટે ઓફિસ અને ફ્લેટ માંગતો હતો. 4 વર્ષ પહેલાં પોલીસે કુખ્યાત નાસીર સુરતીની ધરપકડ કરી હતી.
વસીમ બિલ્લા પણ એક સમયે નાસીર સુરતી ગેંગનો સભ્ય હતો. સુરતનાં માથાભારે અને ત્રણ મહિનાથી તડીપાર થયેલા વસીમ બિલ્લાને મોડી રાતે નવસારીના છાપરા રોડ સ્થિત મણીનગર 1 ના દરવાજા નજીક ચાર ગોળીઓ ધરબીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. 5 કરોડ રૂ.ની લેતીદેતી મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો. વસીમ સુરતના કુખ્યાત નાસિર સુરતી અને તેના ભાઈની ગેંગમાં સામેલ થઈને ભાઈગીરી અને ખંડણી ઉઘરાવવાનું કામ કરતો હતો. બોસ જીમમાં આવતો હતો.