Gujarat:નવા શૈક્ષણિક વર્ષ માટે સમરસ છાત્રાલયમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. તારીખ ૨૦મી જૂન સુધી આ (www.samras.gujarat.gov.in) વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરી શકાશે. સમરસ છાત્રાલયમાં મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવે છે.
2026માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલી આ યોજના અંતર્ગત સમરસ છાત્રાલયોમાં રાજ્યના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને જનરલ કેટેગરીમાં આર્થિક રીતે પછાત (EWS) વર્ગના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. હાલ સમરસ છાત્રાલયમાં કુલ ૯૮૪ વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે.
સમરસ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩ કરોડ ૯૮ લાખ રૂપિયાની ગ્રાન્ટ ઉપયોગમાં લેવાઈ હતી. વર્ષ-૨૦૧૬થી શરૂ કરીને વર્ષ- ૨૦૨૪ સુધીમાં કુલ ૮,૦૦૦ જેટલાં વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યો છે.