લોકસભાની ગુજરાતની તમામ 26 બેઠકો માટેની ચૂંટણી 23મી એપ્રિલ યોજાવાની છે. આ દરમિયાન ભાજપના જ કોઇ બે-ત્રણ નેતાની સેક્સી સીડી બહાર આવી શકે છે ગુજરાતમાં જ છેલ્લા એક દાયકાથી વિવિધ નેતાઓની સેક્સી ડી બહાર પાડવાનો સિલસિલો ચાલી રહ્યો છે. ગુજરાત ભાજપના એક સમયના કદાવર નેતા ગણાતા સંજય જોષી ની સેક્સ સીડી બહાર પાડ્યા પછીથી જાણે હરીફોને પાડવા માટે આ એક રામબાણ ઈલાજ મળી ગયો છે. સંજય જોષીની સેક્સ સીડી બહાર આવ્યા બાદ ગુજરાતમાં બ્લેકમેલિંગનું રાજકારણ ચાલે છે. દેશના અન્ય કોઈ રાજ્યમાં આવી સીડીઓ બહાર આવતી નથી.
ગાંધીનગરના સૂત્રો જણાવે છે કે નરેન્દ્ર મોદી ના એક સમયના કટ્ટર હરીફ ગણાતા સંજય જોષી રાજકારણમાં આગળ ના આવી શકે તે માટે મુંબઈમાં યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં સંજય જોષીની સેક્સ સીડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેના માટે પણ ગુજરાતના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસ અધિકારીઓનો ઉપયોગ કરાયો હતો. હાલના ભાજપના ટોચના નેતાની સૂચનાથી પોલીસ અધિકારીઓ સાદા કેસમાં આવ્યા હતા અને કારોબારીમાં ભાગ લેવા આવેલા તમામ ભાજપના નેતાઓને સંજય જોષીની સીડી આપી હતી જેને પગલે તેની કારકિર્દી લગભગ ખતમ થઈ ગઈ છે.
જોકે પાછળથી એફએસએલમાં તપાસ કરતા આ સીડી બોગસ હોવાનું પણ પુરવાર થયું હતું. બીજી બાજુ સંજય જોશીને રાજકીય રીતે ખતમ કર્યા બાદ રાજકીય હરીફોને જાણે એક શસ્ત્ર મળી ગયું છે. ભૂતકાળમાં કોંગ્રેસના એ સમયના પ્રદેશ પ્રમુખ અને મજબૂત નેતા એવા ભરતસિંહ સોલંકીની પણ આજ પ્રકારની સીડી ચૂંટણી સમયે બહાર આવી હતી ત્યારબાદ કચ્છ અને નલિયામાં ભાજપના નેતાઓ નિયમિતપણે ફાર્મ હાઉસમાં મીઠી ખારેકની મજા માણવા જતા હતા. તે બાબત પણ હવે સૌ કોઇ જાણે છે. મીઠી ખારેકની સીડી પણ બનાવવામાં આવી છે.
ભાજપના જ બે નેતાઓ પોતાની રાજકીય દુશ્મની ખતમ કરવા માટે આ સેક્સી સીડીનો ખુલ્લેઆમ ઉપયોગ કરતા હતા અને યુવતીને સાથે રાખીને પોલીસ ફરિયાદ કરાવતા હતા તેમજ બ્લેકમેલિંગ પણ કરતા હતા. નડિયાદ સેક્સ કાંડમાં પણ કરોડો રૂપિયાનો તોડ થયો હતો. આ પ્રકરણ ઘણું લાંબું ચાલ્યું હતું ત્યારબાદ અંતે ભાજપના જ એક નેતા જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં ગોળી મારી ઘાતકી હત્યા કરાઇ હતી. આ ખૂનનો આરોપ પણ ભાજપના જ એક નેતા છબીલ પટેલ પર છે જે હાલમાં જેલમાં છે ત્યારબાદ 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા હાર્દિક પટેલે પણ સીડી બહાર આવી હતી અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી
હવે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના જ બે થી ત્રણ નેતાઓની આ પ્રકારની સેકસ સીડી બહાર આવે એવી ભીતિ સેવાઇ રહી છે ઉપરાંત ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી રહેલા બીજા બેથી ત્રણ ઉમેદવારોની પણ વિવાદાસ્પદ સીડી બહાર આવી શકે છે. ભાજપના નિરીક્ષકો ટિકિટ માટે ઉમેદવારોની સેન્સ લેવા ગયા એ સમયે પણ કેટલીક જગ્યાએ જે તે ઉમેદવારના ચારિત્ર્ય અંગે પણ ફરિયાદ કરાઈ હતી.
સૂત્રો જણાવે છે કે હરીફોને ખતમ કરવા માટે ભાજપના નેતાઓ જ સેક્સ સીડીનો મહતમ ઉપયોગ કરે છે. ભૂતકાળમાં પણ તેના અનેક પુરાવાઓ મળી ગયા છે. મૂળ સંઘના અને ભાજપના નેતા બન્યા બાદ કોંગ્રેસમાં વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે શંકરસિંહ વાઘેલાએ પણ ગૃહ ની અંદર ખુલ્લેઆમ ચેલેન્જ કરી હતી કે હવે મારી પાસે ઘણા નેતાની સેક્સ સીડી છે. જેને જોવી હોય તે મારી પાસેથી લઈ જાય ટૂંકમાં સેક્સ સીડીએ ગુજરાત માટે નવી બાબત રહી નથી એકબીજાને રાજકીય રીતે પૂરા કરવા અને પોતાનો સ્કોર સેટલ કરવા માટે હજુ બજારમાં આ પ્રકારની સેક્સ સીડી બહાર આવી શકે છે અત્યારે ભાજપના જ કાર્યકરો અને આગેવાનોમાં આ પ્રકારની ચર્ચા પણ થઇ રહી છે તેમજ એવી ભીતિ પણ સેવાઈ રહી છે કે જો સમાધાન નહીં થાય તો હરીફો એકબીજાની સીડી બહાર પાડવા માટે તત્પર બની ગયા છે.