ગુજરાત સરકારે એસટીના ૪૫૦૦૦ વધુ કર્મચારીઓની સાતમા પગાર પંચ અને ૧.૨૫ લાખથી વધુ શિક્ષકોની સળંગ નોકરી ગણવાની માંગણીઓ સ્વિકારી લીધી છે. રાજ્યમાં ચાલી રહેલ એસટી નિગમ અને શિક્ષકના આંદોલનનું સુખદ સમાધન આવ્યુ છે. નાયબ મખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, શિક્ષકોની નોકરીનો સમયગાળો સળંગ ગણવાનો સૈદ્ધાંતિક સ્વિકાર સરકારે કર્યો છે. આથી ફિક્સ વેતનની નોકરીનો સમયગાળો પણ સળંગ ગણાશે. તેનો લાભ બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ અને નિવૃત્તિના લાભો માટે મળશે. એસટીના કર્મચારીઓને ૧લી એપ્રિલ ૨૦૧૮ની પાછલી અસરથી સાતમાં પગારપંચનો લાભ આપવાનું જણાવતા આ સેટલમેન્ટનો સમયગાળો ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી રહેશે અને ત્યારપછી દર ૧૦ વર્ષનો રહેશે એમ ઉમેર્યુ હતુ.
- ૧ એપ્રિલ ૨૦૧૮થી સ્કેલ ટુ સ્કેલ સાતમું પગારપંચ.
- સેટલમેન્ટનો સમયગાળો પણ આઠ વર્ષનો રહેશે.
- ડ્રાઈવરનો ગ્રેડ- પે રૂ.૧૬૫૦થી વધારી ૧૮૦૦ થયો.
- કંડક્ટરનો ગ્રેડ- પે રૂ.૧૪૦૦થી વધારી ૧૬૫૦ થયો.
- વિતેલા વર્ષનું એરિયર્સ ત્રણ હપ્તાથી રોકડમાં મળશે.
શિક્ષકોની આ માગણીઓ સ્વીકારાઈ
- નોકરીનો સમય સળંગ ગણવા સૈધ્ધાંતિક સ્વિકાર.
- ફિક્સ પગારની નોકરીનો કાળ ગણતરીમાં લેવાશે.
- સળંગ નોકરીથી પેન્શન યોજનામાં કોઈ ફેરફાર નહી.
- પગાર બાંધણીથી થતો તફાવત ચુકવવાપાત્ર રહેશે નહી.
- ઉપરોક્ત નિર્ણયના લાભો તા. ૧-૪-૨૦૧૯થી મળશે.