હાલ રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂએ કાળોકેર વર્તાવ્યો હોય તેમ દિવસેને દિવસે મૃત્યુઆંક વધતો જાય છે. તંત્રની ગુલબાંગો વચ્ચે જાણે અંધારામાં ફાંફા મારી રહી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલ રાજકોટમાં એક 50 વર્ષીય પુરુષનું સ્વાઇન ફ્લૂના કારણે મોત થયું છે. રાજકોટમાં મોતનો આંકડો હવે 3 થયો હતો, જ્યારે જામનગરમાં સારવાર દરમિયાન 61 વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ થયું હતું. તે સાથે ચાલું વર્ષે અત્યાર સુધીમાં 1340 કેસો સ્વાઇન ફ્લૂના ચોપડે નોંધાઇ ચૂક્યા છે. જેમાં અત્યાર સુધી સ્વાઇન ફ્લૂના કારણે 55થી વધુ લોકોના મોત થયા છે.
તમને જણાવી દઇએ કે, રાજ્યમાં સ્વાઇન ફ્લૂના 517 દર્દીઓ સારવાર હેઠળ છે. વિગતે વાત કરીએ તો, રાજકોટમાં એક ખાનગી હોસ્પિટલમાં 50 વર્ષીય પુરુષનું સ્વાઇન ફ્લૂના કારણે મોત થયું હતું. જે જસદણના સાણથલી ગામનો હોવાનું મનાય છે.
જાન્યુઆરી એકથી ફેબ્રુઆરી 10 સુધી 1262 કેસ નોંધાયા છે. રવિવારે સ્વાઇનફ્લૂથી 4 દર્દીના મોત થયા હતા જ્યારે 75 નવા કેસ નોંધાયા છે. રાજ્યભરમાં સ્વાઇનફ્લૂનો કહે યથાવત્ત છે.