ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પારો વધતા લોકોને લૂનો સામનો કરવો પડી રહ્યો છે. સ્વીમીંગપુલમાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. લોકોનો ધસારો વધતા સ્વીમીંગપુલમાં ફી વધારી દેવામાં આવી છે. 1 હજાર 800ના સીધા 3 હજાર 600 રૂપિયા કરી દીધા છે. સ્વીમીંગપુલના સભ્યોએ વધારેલી ફી મામલે વિરોધ કર્યો. તંત્રને રજૂઆત કરવા છતા યોગ્ય નિર્ણય લેવામાં ન આવ્યો હોવાથી સ્નાનાગારના સભ્યોએ કોર્પોરેશન સામે સુત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા. રોષ વ્યક્ત કરી કોર્ટમાં જવાની ચિમકી ઉચ્ચારી છે.
