ગુજરાતમાં હાલ સમતાપી વાતાવરણ જોવા મળી રહ્યું છે.. રાજ્યના કેટલાક વિસ્તારોમાં રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો જોરદાર અહેસાસ થઈ રહ્યો છે.ગુજરાતમાં હવામાન વિભાગે શિયાળાની વિદાયને લઈને સત્તાવાર જાહેરાત કરી દીધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી પાંચ દિવસમાં તાપમાનનો પોરો ખુબ જ ઉંચા જવાના સંકેત દેખાઈ રહ્યા છે. જેથી સામાન્ય લઘુતમ તાપમાન 34થી 35 ડિગ્રી થઈ શકે છે. જ્યારે હવામાન વિભાગે એવું પણ જણાવે છે કે, આ વર્ષે ઉનાળો આકરો રહેશે અને એપ્રિલ અને મે માસમાં હિટવેવની અસર જોવા મળશે.
