એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાયેલી JEE મેન પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે જેમાં સુરત નો વિદ્યાર્થી રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યો છે. જ્યારે અમદાવાદમાંથી 99 થી વધુ પર આવનારા વિદ્યાર્થીઓ અંદાજે 50 જેટલા છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગત 6 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન JEE મેઈન પરીક્ષા લેવાઈ હતી જેમાં સમગ્ર દેશમાં 9.29 લાખ રજિસ્ટર થયેલા વિદ્યાર્થીઓમાંથી 8.74 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજરાતમાં અંદાજે 40 હજારથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનું પરિણામ એજન્સી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે.
આજે જાહેર થયેલા પરિણામ મુજબ સો પર્સેન્ટાઈલ ધરાવનારા 15 વિદ્યાર્થીઓ નું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાંથી એક પણ વિદ્યાર્થી નથી. ગુજરાતમાંથી એક પણ વિદ્યાર્થી 100 પર્સેન્ટાઈલ મેળવ્યા નથી. સ્ટેટ વાઇઝ ટોપર વિદ્યાર્થીઓનું જાહેર કરાયેલા લીસ્ટ મુજબ ગુજરાતમાંથી 99.99 પર્સન્ટાઇલ સાથે સુરતનો રાઘવ નામનો વિદ્યાર્થી રાજ્યમાં પ્રથમ નંબરે રહ્યો છે.
99થી વધુ પર્સેન્ટાઇલ ધરાવનારા અમદાવાદમાંથી અંદાજે 50 જેટલા વિદ્યાર્થીઓ છે અમદાવાદમાંથી 99.99 પર્સેન્ટાઈલ એક પણ વિદ્યાર્થીએ મેળવ્યા નથી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા હાલ માત્ર વિદ્યાર્થીઓના પર જાહેર કરવામાં આવ્યા છે મેરીટ રેન્ક લિસ્ટ અને કટઓફ એપ્રિલમાં લેવાનારી બીજા તબક્કાની પરીક્ષા બાદ જાહેર કરવામાં આવશે. JEE મેઈન પરીક્ષા અત્યાર સુધી CBSE દ્વારા લેવામાં આવતી હતી અને જે વર્ષમાં એક જ વાર લેવામાં આવતી હતી આ વર્ષે પ્રથમ વખત કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી ટેસ્ટિંગ એજન્સી દ્વારા વર્ષમાં બે વાર પરીક્ષા લેવામાં આવી રહી છે.