ગુજરાતમાં અફીણની ખેતી ક્યાં અને ખેડૂત ની ધરપકડ
સુરેન્દ્રનગર જીલ્લા ના મુળી તાલુકાના વેલાળા ગામની સીમમાંથી એક આરોપી સાથે અંદાજે બે વિઘા ખેતરમાં અફિણ નો વાવેતર કરેલ જથ્થો LCB પોલીસે ઝડપી પાડ્યો છે. DIG ડી. એન. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર SP. દિપકકુમાર મેઘાણી સાહેબની સુચના મુજબ LCB, PSIએન. કે. વ્યાસ તથા LCB, PSI આર. જે. ગોહિલ તથા PSI આર. ડી. ગોહિલ અને LCB સ્ટાફ તેમજ હેડક્વાટરના માણસોના મોટા કાફલા સાથે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના વેલાળા ગામની સીમમાંથી ગેરકાયદેસર અફીણની ખેતી ઉપર રેડ કરી હતી. ત્યારે આશરે બે વિઘા જમીન ઉપર અફિણની ખેતી કરેલ હતી. ત્યારે પોલીસ કાફલા દ્વારા એક આરોપી ભરતભાઈ ગોરધનભાઈ ઝેઝરીયા ને ઝડપી પાડ્યો હતો. ત્યારે આ લાખો રૂપિયાના અફિણનાના છોડનું વાવેતરમા કોણ કોણ વ્યક્તિઓનો સમાવેશ છે. તેની તપાસ પણ LCB પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.