બનાસકાંઠા જિલ્લામાં તીડમાંથી મુક્તિ મળે એવા પ્રયત્ન સાથે વિવધ ટિમો કાર્યરથ થઈ છે. મોટા ભાગના તીડના ઝુંડનો સફાયો કરવામાં આવ્યો છે. તો કેટલાક ઝુંડ રાજસ્થાન તરફ ગયા છે.
થરાદ વાવ સુઇગામ લાખણી અને ધાનેરાના અનેક ગામોમાં તીડએ ભારે નુકશાન કર્યું છે. જિલ્લા રાજ્ય અને કેન્દ્રની ટિમો સતત તીડ પર અંકુશ મેળવવા પ્રયત્ન કરી રહી છે. મોટા ભાગના તીડનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે. તો કેટલાક તીડ રાજસ્થાન તરફ ગયા છે. લગભગ 80 ટકા કરતા વધુ તીડ પર કંટ્રોલ કરી દેવામાં આવ્યો છે
પરંતુ આ તીડ અત્યાર સુધીમાં ખેતરમાં ઉભેલા પાકને મોટું નુકશાન પહોચાડી ચુક્યા છે. બનાસકાંઠા જીલ્લાના ઘણા બધા ભાગોમાં આ તીડ ખતરો ના ખેતરો સાફ કરી ચુક્યા છે. ધાનેરાના સિયા સેરા જેવા કેટલાક ગામોમાં તીડના ઝુંડ પર તંત્ર દ્રારા કંટ્રોલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ તીડના કારણે ખેડૂતો ની કમર ભાગી ગઈ છે. અને જિલ્લામાં ખેડૂતોને અબજો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે અને ખેડૂતો સહાય પેટે સરકાર કઈક મદદ કરે એવી અપેક્ષા રાખી ને બેઠા છે.
ધાનેરા તાલુકાના સેરા ગામના એક ખેડૂતે પોતાના ખેતરમાં વાવેલા ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું છે. સેરા ગામના પાંચાભાઈ દેસાઈએ પોતાના ખેતરમાં પાંચ વિધા જમીનમાં વાવેલા રાયડાના ફુલ તીડ એ ખાઈ જતા પાક નિષ્ફળ ગયો હતો. અને ઉપજમાં કઈ બચ્યું ના હતું. પરિણામે ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું છે. બનાસકાંઠામાં તીડ ના લીધે કરોડો રૂપિયા નું નુકશાન ખેડૂતો ને થયું છે જે બાબતે સરકાર કઈક સહાય આપશે એવી અપેક્ષા રખાઈ રહી છે.