સૌરાષ્ટ્રમાં H1N1 વાયરસ ખુબજ સક્રિય બની ગયો છે. છેલ્લા વીસ દિવસમાં સૌરાષ્ટ્રમાં ૫૬ કેસ નોધાઈ ચૂક્યા છે. જેમાં આઠના મોત થયા છે. ગઈ કાલે સાત કેસ દાખલ થયા બાદ શનિવારે વધુ ર અને રવિવારે એક દરદીઓને રાજકોટમાં સારવારમાં દાખલ કરવામાં આવ્યા છે અને ત્રણેય કેસ રાજકોટ શહેરના છે.
વિશેષ વિગત મુજબ ગત સપ્ટેમ્બર માસથી સ્વાઈનફલુનો વાયરો ચાલુ થયો છે. હજુ આ વાયરસ સક્રિય જ છે. અને શાંત થવાનુ નામ લેતો નથી. ગત ૧ સપ્ટેમ્બરથી ૩૧ ડીસેમ્બર સુધીમાં સ્વાઈનફલુના સૌરાષ્ટ્રમાં ૧૫૮ કેસ થયા હતા અને ૪૨ના મોત થયા હતા એ પછી છેલ્લા વીસ દિવસમાં સૌરાષ્ટ્રમાં ૫૬ કેસ નોધાઈ ચૂક્યા છે. જેમાં આઠના મોત થયા છે.
ગઈ કાલે સાત કેસ દાખલ થયા બાદ આજે વધુ ર દાખલ થયેલા દરદીઓમાં કોઠારિયા મેઈન રોડ પર રહેતા ૪૫ વર્ષીય પુરૂષ અને કુવાડવા રોડ આશ્રામ રોડ અલ્કા પાર્કમાં રહેતા ૪૩ વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.