ગીરની લોકપ્રિય કેસર કેરીની ગુજરાતના માર્કેટ યાર્ડમાં ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગીર સોમનાથ જીલ્લાના તાલાલા મેંગો માર્કેટમાં કેસરની હરાજીનો પ્રારંભ થયો છે. જોકે કેસર કેરીના રસિકોને આ વર્ષે કેરીનો સ્વાદ ચાખવા થોડા રૂપિયા વધુ ખર્ચવા પડશે. 10 કિલો કેસર કેરીની 300 થી 700 રૂપિયા બોલી બોલાઈ છે. પ્રથમ દિવસે જ તાલાલા માર્કેટમાં 15 હજાર બોક્સ કેસર હરાજીમાં આવી છે. જેમાં 300 થી 700 રૂપિયા સુધીની બોલી લાગી હતી. અને સરેરાશ 400 રૂપિયાનો ભાવ આંકવામાં આવ્યો હતો. સિઝનમાં કુલ 8 લાખ બોક્સ કેસર હરાજીમાં આવે તેવો અંદાજ લગાવાઈ રહ્યો છે.
તાલાલા મેંગો માર્કેટમાં કેસરની હરાજી શરૂ થતા કેરીરસિકો અને વેપારીઓ ખુશખુશાલ છે. પરંતુ કેરી પકાવતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. ખેડૂતોના મતે વાતાવરણની અસરના કારણે કેરીનો પાક અપૂરતો થયો. છે ગત વર્ષોની તુલનાએ 50 ટકા ઓછો પાક ઉતર્યો છે. એટલું જ નહીં કેરીના ભાવ અંગે પણ ખેડૂતો નારાજ છે. ખેડૂતોના મતે 20 કિલો કેસરના 500 રૂપિયા ચૂકવાય તોજ ખેડૂતોને પોસાય તેમ છે.
ગત વર્ષની તુલનાએ આ વર્ષે કેસર કેરીના ભાવ ઉંચા રહેશે. કેસર કેરીનું ઉત્પાદન ઘટતા તેના ભાવમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 8 વર્ષમાં તાલાલા મેંગો માર્કેટમાં આવેલી કેસર કેરી અને આવક પર નજર કરીએ તો.
વર્ષ | કિલોના બોક્સ | 10 કિલોના |
2018 | 8,30,340 | 310 |
2017 | 10,67,755 | 265 |
2016 | 10,66,860 | 283 |
2015 | 7,17,335 | 250 |
2014 | 9,41,702 | 210 |