રાજ્યમાં ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ભરતી માટે આજે રવિવારે બપોરે 12થી 3 દરમિયાન TATની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા ગુજરાતના રાજ્યના અમદાવાદ, બરોડા, સુરત, ભાવનગર, રાજકોટ સહિતના 8 શહેરોના 602 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. આ પરીક્ષા ગુજરાતના 1 લાખ 86 હાજર ઉમેદવાર આપશે. રાજયના અમદાવાદ શહેરનાના 36 હજાર ઉમેદવારો TATની પરીક્ષા આપશે.
આ પરીક્ષામાં વિષય પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધારે ગુજરાતી વિષયમાં નોંઘાઈ છે. ગુજરાતીમાં 37 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષામાં કોઈ કોપી કે ચોરી ન થાય તે માટે દરેક બ્લોકમાં 2 સુપરવાઈઝર રખાશે. આ ઉપરાંત પરીક્ષાના દરેક બ્લોકમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે. બોર્ડની પરીક્ષાની જેમ જ પરીક્ષા કેન્દ્રોની આસપાસ 144 કલમ લગાવાઈ છે. સરકારી તંત્ર દ્વારા ચોરીના બનાવને અટકાવવા માટે પરીક્ષા કેન્દ્ર આસપાસની તમામ ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા આદેશ કરાયો છે.