ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીનું અમૃત સમાન પાણી હવે વખ ઘોળ્યા સમાન બની રહ્યુ છે. અને ગુજરાતમાં તો 161 કિલોમીટરના વિસ્તારમાં વહેતી નર્મદા જાણે રણમાં ફેરવાઈ ગઈ છે. નર્મદા નદીનું અસ્તિત્વ લગભવ ખતમ થવાની સ્થિતિમાં છે. પર્યાવરણને લઈને ચિંતિત કટેલકી સંસ્થાઓએ નાંદ ગામથી ભાડભૂત સુધી નર્મદાના 60 કિલોમીટર વિસ્તારમાં પાણીને સેમ્પલ લીધા હતા. .અને આ પાણીનું લેબ ટેસ્ટિંગ કરતા આંચકાજનક પરિણામો આવ્યા હતા.
નર્મદામાં ટીડીએસનું પ્રમાણ 25 હજાર 564 ટીડીએસ પ્રતિ લીટર મળ્યું છે. આ ઉપરાતં કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, ડિઝોલ્વડ ઓક્સિજનના પ્રમાણ પણ ખૂબ ઊંચા પ્રમાણમાં મળી આવ્યા છે. ગુજરાતની મોટી નદીઓ પર ડેમ અને કોઘ વે બનવાના કારણે નદીના પાણી દરિયામાં ભળતા નથી. જેથી દરિયાની માછલી બ્રિડીંગ માટે નદીઓમાં આવતી નથી. જેથી માછીમારોએ મચ્છીમારી માટે પાકિસ્તાનની હદમાં જવુ પડે છે. તો 10 હજાર માછીમાર પરિવારોએ રોજગારી ગુમાવી પડી હોવાનો આક્ષેપ ભરૂચ જિલ્લા માછીમારી સમાજનો આક્ષેપ છે