હાલમાં ગુજરાતમાં વાયુ ચક્રવાતનું સંકટ તોળાઇ રહ્યુ છે જેના પગલે સાસણના કોઈપણ વિસ્તારમાં આપત્તિની પરિસ્થિતિ વચ્ચે સિંહોને સાસણના અન્ય વિસ્તારમાં ખસેડવા માટે તંત્ર સજ્જ બન્યુ છે. સાસણ વિસ્તારમાં તમામ સિંહના લોકેશનને ટ્રેક કરાયા છે. આ ઉપરાંત સિંહોની સારવાર માટેની હોસ્પિટલમાં સ્ટાફને 24 કલાક હાજર રહેવાનું ફરમાન કરાયુ છે
આ ઉપરાંત સાસણ વિસ્તારના તમામ સ્ટાફને પણ એલર્ટ કરાયા છે. આ ઉપરાંત સિંહના ટ્રેકર – વન સંરક્ષકને સ્ટેન્ડ ટુ રહેવા સૂચના અપાઇ છે. ભારે પવન અને વરસાદની સ્થિતિમાં જો વૃક્ષો ધરાશાયી થાય તો તાત્કાલિક ધોરણે રાહત કામગીરી કરવા પણ વનવિભાગને સૂચના અપાઇ છે.