લાલપુરમાં પુત્રી ઉપર તેના સગા પિતાએ 6 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યાની પુત્રીએ જ લાલપુર પોલીસ સ્ટેશનમાં પિતા સામે ફરીયાદ નોંધાવતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે પુત્રીનો કબ્જો લઈને તબીબી પરીક્ષણ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, મુળ માંગરોળના હાલ લાલપુર ટાઉનમાં ભાડાના મકાનમાં રહેતી એક 21 વર્ષની યુવતી ગઈકાલે લાલપુર પોલીસ સ્ટેશન ખાતે કરૂણ હાલતમાં પહોંચી હતી. તેણીએ પીએસઆઈ જે.બી.ખાંભલા સમક્ષ પોતાની વર્ણાવેલી વિતક એવી હતી કે, તેણી દોઢેક વર્ષની હતી. ત્યારે માતાનું મૃત્યુ નિપજ્યું હતું. જે બાદ થોડા વર્ષો પછી તેણીના પિતાએ પરપ્રાંતિય યુવતી સાથે લગ્ન કર્યા હતાં. તેણીથી તેને એક પુત્રી અને એક પુત્ર બે સંતાનો થયા હતાં. જે બાદ પરપ્રાંતિય યુવતી સાથે છુટાછેડા થયા હતાં. ત્યારે પુત્રી દસેક વર્ષની હતી. ત્યારથી નરાધમ બાપ શારીરિક અડપલા કરતો હતો. બાદમાં તેણી ઉપર સગા પિતાએ નજર બગાડીને હવસનો શિકાર બનાવી હતી.