રાજ્ય સરકારે LRD ભરતી વિવાદ મુદ્દે અનામત અને બિન અનામત વર્ગના આગેવાનો સાથે સરકારની બેઠક કરી હતી. આ બેઠકમાં રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદિપસિંહ, મુખ્યસચિવ અને મુખ્યમંત્રીનાં સલાહકાર સહિતનાં અનેક સીનિયર અધિકારીઓ હોજર રહ્યા હતા અને તમામ વર્ણનાં હોદ્દેદારોને સાંભળવામાં આવ્યા હતા. આ મુલાકાત પછી નીતિન પટેલે કહ્યું હતું કે બધાને સંતોષ થાય તેવા પ્રયત્નો કરીશું.
પમુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ અંગે તમામ હકીકતો સાથે મુખ્યમંત્રી સાથે વિચાર વિમર્શ કરવામાં આવશે અને કોઈ પણ વર્ગને નુકસાન ન થાય તેવું સમાધાન કરાશે.
LRD ભરતી મુદ્દે સરકાર દ્વારા રદ્દ કરવામાં આવેલા પરિપત્ર મુદ્દે શરૂ થયેલો વિવાદે હવે અનામત સામે બિન અનામત વર્ગના આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું છે. ગઈકાલ બપોર પછી આ આંદોલન ધીમે ધીમે ઉગ્ર બનતું જાય છે. LDR મહિલા ઉમેદવારોની જેમ જ બિન અનંત વર્ગ પણ સરકાર સામે લડી લેવા મક્કમ છે.