ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત એક જ કેસ નોંધાયો છે. ભાવનગરના એક 27 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝીટીવ આવતા ગુજરાતમાં કુલ 88 કેસ થયા છે. તો આ દરમિયાન રાહતની વાત એ છેકે ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 10 લોકો સારવારથી સ્વસ્થ પણ થયા છે. હાલમાં ગુજરાતમાં 88 પોઝીટીવ કેસમાંથી 66 દર્દીઓની હાલત સ્થિર છે..તો રાજયમાં અત્યારસુધીમાં કુલ 1826 સેમ્પલ લેવાયા છે. જેમાંથી 1714 રિપોર્ટ નેગેટીવ આવ્યા છે તો આ સાથે આરોગ્ય વિભાગે લોકોને માસ્ક પહેરવાનો અનુરોધ કર્યો છે અને જો માસ્ક ન હોય તો રૂમાલ પણ બાંધી શકાય તેવી સલાહ આપી છે. દેશમાં કોરોનાના કેસો અટકી રહ્યા નથી ત્યારે ગુજરાત માટે આ સૌથી સારા સમાચાર છે.
