LRD મુદ્દે સરકારનો મોટો નિર્ણય લીધો છે. સીએમ નિવાસ સ્થાને બેઠક મળી હતી. 62.5 ટકા મેળવેલી કોઈપણ જ્ઞાતીની વિદ્યાર્થિનીની ભરતી કરવામાં આવશે.
ગાંધીનગરમાં એલઆરડી મુદ્દે ચાલી રહેલા આંદોલનના સુખદ સમાધાન માટે મુખ્યપ્રધાન રૂપાણીના નિવાસસ્થાને યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક પૂર્ણ થઇ છે. આ બેઠકમાં એલઆરડી ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાય, ગૃહ વિભાગના મુખ્ય સચિવ સંગીતા સિંઘ સહિત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા, ભુપેન્દ્ર સિંહ ચુડાસમા, કૌશિક પટેલ, વરુણ પટેલ, ઊંઝાના ધારાસભ્ય આશાબહેન પટેલ, નટુજી ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. અનામત વર્ગ અને બિન અનામત વર્ગના પ્રશ્નોને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી. બેઠકમાં બિન અનામતની મધ્યસ્થી કરી રહેલા ભાજપના નેતા યજ્ઞેશ દવે પણ ઉપસ્થિત રહ્યા.