આગાહી અનુસાર ગુજરાતમાં આ વખતે ચોમાસાનું વહેલું આગમન થશે. સંભવતઃ જૂનના પ્રાથમ સપ્તાહમાં જ વરસાદનો પ્રારંભ થઈ જશે. ગુજરાતમાં આગામી વરસ સારૃ જવાની સંભાવના વ્યક્ત કરતા વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય એવા જૂનાગઢના વંથલીના રમણીકભાઈ વામજાએ જણાવ્યું હતું કે, હોળીના પર્વમાં દિવસ આાથમે ત્યારાથી ૯૬ મિનીટ અને હોળી પ્રગટે ત્યારાથી ૯૬ મિનીટ પવનની દિશા જોવાની હોય છે. તેના આાધારે વરસાદની સિૃથતિ નક્કી થઈ શકે છે. આ વખતે શરૃઆતની ૬૬ મિનીટ પવનની દિશા પશ્ચિમાથી પૂર્વ તરફ અને બાદમાં ૩૦ મિનીટ વાયવ્યાથી અગ્નિ તરફની રહી હતી. આ બાબત તોફાની વરસાદનું સુચન કરે છે. રાજ્યના કોઈપણ વિસ્તારમાં આ વખતે અતિવૃષ્ટિ થશે. વનસ્પતિઓનું અવલોકન પણ હકારાત્મક રહ્યું છે. આંબામાં મોર, ચણીયા બોર, કેસુડાના ફૂલ, દેશી આંબલી, લીમડાના મોર સારા ખિલ્યા છે. આ બાબત વહેલું ચોમાસુ બેસવાની નિશાની છે. જો કે ચોમાસુ વહેલું બેસવા છતાં ગુજરાતમાં વાવણી બે-ત્રણ તબક્કામાં થશે. રાજ્યમાં પ્રાથમ સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવણી થશે. હજૂ આગામી અખાત્રીજ સહિતની તિિથઓના આાધારે ચોમાસાનું ચોક્કસ તારણ કાઢી શકાશે.
