સ્કુલ વર્ધી એસોસિએશનની હડતાળ સમેટાઇ છે. રાજ્ય સરકાર સાથે બેઠક બાદ હડતાળનો અંત આવ્યો છે. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા,વાહન વ્યવહાર કમિશ્નર અને અમદાવાદ પોલીસ સાથે સ્કૂલ વર્ધી વાન એસોસિયેશન આ બેઠકમાં જોડાયુ છે. જેમાં ગૃહપ્રધાને સ્કુલવર્ધી ચાલકોને નિયમ અનુસાર બાળકોને લઇ જવાની સૂચના આપી છે. તો સ્કુલવર્ધી ચાલકોની નાની મોટી માંગણીઓને સરકારે સ્વીકારી છે. જેથી ફરી એકવખત આવતીકાલથી સ્કુલ વર્ધીના વાહનો રાબેતા મુજબ તેમના કામમાં લાગી જશે.
