ગુંજ લોકસભાની ચૂંટણીમાં સંબળાશે. કારણ કે કોંગ્રેસથી ભાજપમાં આવેલા માડમ સામે સંઘીઓનો મોરચો આજે પણ છે. નવા નેતાઓ સામે મોરચો છે.
ભગવાસ્થળી : કુસંપથી ભગવા હેઠળ કેવા કાવાદાવા થઈ રહ્યાં છે તે ગુજરાતની પ્રજાએ જાણવું જરૂરી છે. પાટીલને ભ્રષ્ટાચારી સાબિત કરી મોટા ગજાના નેતાઓ સુધી પેનડ્રાઈવ અને પત્રિકા પછી ભાજપમાં ચાલી રહેલી યાદવાસ્થળી નહીં પણ ભગવાસ્થળી છે. જૂથવાદ જગજાહેર છે. ગુજરાત ભાજપમાં ડખા છે. અહીં ભગવાસ્થળીના કારનામાં આ સીરીઝમાં છે. રાજકીય આટાપાટા અને કુસંપ છે. આ સીરીઝમાં ગુજરાતની રાજનીતિ કઈ તરફ જઈ રહી છે, તે બહાર આવશે. ભગવાસ્થળીમાં સંન્યાસ નહીં પણ સત્તા અને સાઢમારીની વાત આવે છે. કુસંપની વાત છે. 182 માંથી 156 બેઠકો જીતી પણ 2022થી વિખવાદો ઘર કરી ગયા છે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ગુજરાત ભાજપની શિસ્ત સમિતીને 650 જેટલી ફરિયાદો મળી હતી. તે જ બતાવે છે કે પક્ષમાં બધું સારું નથી. રૂપાણીની આખી સરકારને હાંકી કાઢ્યા બાદ પક્ષાંતર કરાવીને બીજા નેતાઓને આયાત કરવામાં આવી રહ્યાં છે તે વિખવાદનું મૂળ કારણ છે.
આવો એક કુસંપ ચપ્પાલ કાંડમાં બહાર આવ્યો છે. દેશમાં ધારાસભ્યો અને સાંસદોમાં મહિલાઓને 33 ટકા અનામત આપવા ખરડો રજૂ થયો છે. પણ જામનગરમાં ત્રણ મહિલાઓએ ભાજપનો જુથવાદ જાહેર કરી દીધો હતો. તેમાંએ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ આ કુસંપને સંપમાં બદલી શક્યા ન હતા.
ભાજપના શિસ્તના ગાલ પર પડેલા આ ચપ્પનની ગુંજ આજે પણ સમગ્ર દેશમાં સંભળાય રહી છે. જામનગરના રાજકારણની સીધી અસર દ્વારકા અને ખંભાળીયામાં સીધી થાય છે. એક સમયે દ્વારકાના રાજવી શ્રીકૃષ્ણ હાથમા સુદર્શન ચક્ર રાખીને યુદ્ધ લડતાં હતા. હવે આ એજ ભૂમિ પર ચપ્પલના મુદ્દે યુદ્ધ થાય છે.
ચપ્પલ કાંડ
જેને 3 L તરીકે ભાજપમાં ઓળખવામાં આવે છે.
ભાજપમાં પત્રિકાકાંડનો વિવાદ હજુ શમ્યો ન હતો, ત્યા જામનગરમાં મહિલા નેતાઓ જાહેરમાં બાખડ્યા હતા.
17 ઓગસ્ટ 2023માં જામનગરમાં જાહેર મંચ પરથી ભાજપના ત્રણ મહિલા નેતી બાખડી પડ્યાં હતા. જામનગરના લાખોટા તળાવ ખાતે મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં સહિદોને વંદન કરવામાં ચપ્પલ બહાર ઉતારવાના મુદ્દે નેતીઓ બાખડી પડી હતી. જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબેન જાડેજા, મેયર બીના કોઠારી અને સાંસદ પૂનમ માડમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ધારાસભ્ય રિવાએ સાંસદ પૂનમ માડમને અને મેયરને ખખડાવી નાંખ્યા હતા. ઔકાતમાં રહો, વધુ સ્માર્ટ બનવાની જરૂર નથી. સાંસદ પૂનમ માડમે દરમિયાનગીરી કરતા રિવાબા જાડેજાએ સાંસદ પૂનમ માડમ પર ગુસ્સે થઈ કહ્યું હતું કે, સળગાવવા વાળા તમે જ છો. એટલે હવે ઠારવાનો પ્રયાસ ન કરો, અમુક લોકોને ભાન નથી પડતી હોતી અને બહું સ્માર્ટ બનવા જાય છે.
ભાજપની ત્રણ મહિલા નેતા વચ્ચે શાબ્દિક ચણભણનો વીડિયો વાયરલ થતા દેશમાં ચર્ચા ઉઠી હતી. સમગ્ર દેશમાં ગાજ્યો હતો. ત્રણ ભાજપ મહિલા નેતા વચ્ચેના શાબ્દિક યુદ્ધ બાદ ભારે ખટરાગ જોવા મળ્યો હતો. પાટીલે ત્રણેયની વચ્ચે સમજૂતી કરાવવા દોડી જવું પડ્યું હતું. વિવાદ બાદ ભાજપના ત્રણ મહિલા નેતાઓ ફરીથી એક મંચ પર સાથે જોવા મળ્યા પણ મનમેળ ન હતો. જે જામનગરને ભરખી જશે. જે રીતે ઘુમલી રાજ્યનો નાશ થયો હતો એવો નાશ હવે ભગવાનો થઈ શકે છે.
ચપ્પલનો મૂળ વિવાદ
રિવાબેને જણાવ્યું છે કે, મેં મારી ચપ્પલ બહાર ઉતારીને સહિદોને શ્રધ્ધાંજલિ આપી હતી. ત્યારે, સાંસદ માડમે કાર્યક્રમમાં જાહેરમાં ટિપ્પણી કરી કે આવા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પણ બૂટ કાઢતા નથી, પરંતુ કેટલાંક ભાન વગરના લોકો ઓવરસ્માર્ટ બનીને ચંપલ કાઢીને ઉભા રહે છે. શહીદોને શ્રદ્ધાંજલિ પ્રસંગ હતો એવા સમયે મે ચંપલ કાઢીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી, એવા સમયે સાંસદની ટિપ્પણીથી મારા આત્મસન્માનને ઠેસ પહોંડનારી હતી. શહીદોને શ્રદ્ધાંજલિ આપો ત્યારે પાર્ટી ઠપકો આપે કે શાબાસી આપે.
વાત વાજબી હતી. પણ કસમયની હતી. બે ચાર લોકોએ એ સંવાદ સાંભળ્યો હતો. પણ રેવાબેને આ સંવાદ આખી દુનિયામાં સંભળાય એવો કરી બતાવ્યો હતો.
પરિવારનો આક્રોશ
જામનગરમાં ધારાસભ્ય અને મેયર વચ્ચેની તકરારથી મેયરના પરિવારમાં નારાજગી હતી. 20, ઓગ્સ્ટ 2023માં મેયર બીનાબેન કોઠારીના પરિવારજનો શહેર ભાજપના પ્રમુખને રજુઆત કરી હતી. મેયરનું અપમાન અસહ્ય છે, રીવાબેન શબ્દો પાછા ખેંચે. એવી માંગ કરી હતી. આગામી દિવસોમાં એવું નહિ થાય એવી શહેર પ્રમુખે ખાતરી આપી હતી. પણ શબ્દો પાછા ખેંચાવવામાં ભાજપના શહેર એકમ સફળ થયું ન હતું. ભાજપના આંતરિક અસંતોષના ભવાડા જાહેરમાં આવી ગયા છે.
લોકસભાની ચૂંટણી માટે સક્રિય થાય છે ત્યાં નવો વિવાદ દરવાજે આવીને ઉભો રહી જાય છે.
રીવાબેનની ગેરસમજ – માડમ
સાંસદ પૂનમ માડમે કહ્યું કે, રીવાબેનની ગેરસમજને લીધે સમગ્ર મામલો ઊભો થયો હતો. રીવાબેને તાત્કાલિક નિર્ણય લેતા ડખો થયો હતો. શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં આ ચર્ચા યોગ્ય નહોતી, માટે મે સોરી કહ્યું હતું. શાંતિથી બેસી ગેરસમજણ મુદ્દે ચર્ચા કરીશું.
કોની પાસે વધુ સત્તા
રિવાબેન જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની છે. ધમેન્દ્ર મેરુભા જાડેજાની ટિકિટ કાપીને તેમની જગ્યાએ રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબેનને 50 હજાર મતની સરસાઈ મળી હતી. સાયન્સ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ તેઓ લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. વર્ષ 2016માં તેમણે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા. કરણી સેનાના સભ્ય રહી ચૂક્યા છે.
પૂનમબેન માડમ
જામનગર જિલ્લાના રાજકારણમાં વર્ષોથી પૂનમબેન માડમના પરિવારનું વર્ચસ્વ રહેલું છે. તેઓ વર્ષ 2012માં કોંગ્રેસથી પક્ષપલટી મારીને ભાજપમાં જોડાયાં હતાં. જામખંભાળિયા વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી હતી. ભાજપે 2014 લોકસભા ચૂંટણીમાં જામનગર બેઠક પરથી જીતાડ્યા હતા. તેમની સીધી ટક્કર તેમના કૌટુંબિક કાકા અને તત્કાલીન સાસંદ વિક્રમ માડમ સાથે થઈ હતી. પૂનમબેનના પિતા હેમંત માડમ ચાર ટર્મ સુધી અપક્ષ ધારાસભ્ય હતા. પરિવારવાદ અહીં ભાજપમાં પણ છે.
બીનાબેન કોઠારી
જામપાના મેયર બીનાબેન કોઠારીના પિતા જન સંધમાં હતા. તેઓ પણ રાજકિય વારસો ધરાવે છે. મારો પરિવાર ડિસ્ટર્બ રહ્યો હતો. હું પણ ડિસ્ટર્બ હતી. કોઠારીના સસરા ધીરુભાઈ કોઠારી 1967માં મહારાષ્ટ્રના આકોલા જિલ્લાથી જામનગર આવ્યા હતા. પરિવાર રાષ્ટ્રીય સંવયંમ સેવક સંઘ અને જનસંઘ સાથે જોડાયેલો રહ્યો. કિસાન વિદ્યુત ગ્રાહક સંઘ(હવે કિસાન સંઘ)ના પ્રમુખ હતા. તેમના ઘરે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજયેપી, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી, અરવિંદ મણિયાર સહિતના નેતાઓનું રોકાણ અને ભોજન રહેતું હતું. સસરા ધીરુભાઈ બાદ તેમના પતિ અશોક કોઠારી પણ સંઘ સાથે કામગીરી કરી રહ્યા છે અને રામ જન્મભૂમિ નિર્માણમાં છે. શહેરના પ્રથમ નાગરિક સાથે આ પ્રકારનું વર્તન અયોગ્ય છે. આ સમગ્ર મામલો મે હાઈકમાન્ડને જણાવ્યો છે.
પાટીલ
સી.આર.પાટીલે પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આ સમગ્ર ઘટનાક્રમ શું છે અને કેવીરીતે ઘટ્યો છે એના પર મારી નજર રહેશે. એટલું જ નહીં હું આ ઘટના અંગે વધારે તપાસ કરાવીશ.
સમાધાન
21 ઓગસ્ટ 2023માં રિવા જાડેજા, પૂનમ માડમ અને બીના કોઠારી વચ્ચે ગાંધીનગરમાં સાંજે 6 વાગ્યે એક બેઠક યોજવામાં આવી હતી. શાબ્દિક ટપાટપીના 96 કલાક બાદ મુખ્ય પ્રધન ભૂપેન્દ્ર પટેલે તેમના બંગલા પર સમાધાન માટે બોલાવ્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર હાજર હતા. તેઓ 26 લોકસભાની બેઠકની સમિક્ષા કરવા મળ્યા હોવાનું કહ્યું પણ સમાધાન માટે બેઠક હતી. જામનગરના ફજેતાકાંડમાં આંતરિક ઝઘડો બહાર આવ્યો એને હવે ડામવા સિવાય કોઈ રસ્તો નહોતો. કોઈની પણ સામે પગલાં લેવામાં આવ્યા ન હતા. કારણ લોકસભાની ચૂંટણી સામે હતી. ભાજપના નેતાઓ આ ત્રણ મહિલાઓથી ડરી ગયા હતા.
પૂનમ માડમ નક્કી થયેલા સમય કરતાં પણ 40 મિનિટ મોડાં પહોંચ્યાં હતા. જે-તે બેઠક માટે માત્ર સાંસદને બોલાવવામાં આવતા હતા, પરંતુ ધારાસભ્ય અને મેયર હાજર હતા. ત્રણેય મહિલા નેતાઓને એક બાદ એક બોલાવવામાં આવ્યા હતા. વિવાદ અંગે ચર્ચા કરવામાં આવી. આ ચર્ચા દરમિયાન ત્રણેયને શાનમાં સમજી જવા માટેની પણ સૂચના આપી હતી. જાહેરમાં પક્ષની છબિને નુકસાન થાય કે કલંક લાગે એવા કોઈપણ કામ નહીં કરવાની કડક સૂચના આપવામાં આવી હતી. બહાર આવ્યા ત્યારે ચહેરા પડી ગયા હતા. ત્રણેય નેતાને ઠપકો આપ્યો હતો.
સમાધાન પછી ત્રીજા દિવસે 23 ઓગસ્ટે જામનગરનો 484માં સ્થાપનાદિન હતો. ત્રણ નેતામાંથી બે નેતા એવાં રિવાબા જાડેજા અને જામનગરનાં મેયર બીનાબેન કોઠારી હાજર હતાં. પણ મનમેળ ન હતો. જામનગરમાં હજુ પણ કોલ્ડવોર છે. કાર્યક્રમમાં બીનાબેન અને રિવાબેન વચ્ચેની કડવાશ જોવા મળી.
ચંદ્રયાન-3ની ઉજવણીમાં રિવાબેને મેયરને મીઠાઈ ખવડાવી હતી. મીઠાઈ ખવડાવતી વખતે રિવાબેન બોલ્યાં કે ‘પૂરું’. બન્ને હસતાં પણ નહોતાં. વાત કરી ન હતી. રિવાબેને ફેસબુક પર મીઠાઈ ખવડાવતો ફોટો પોસ્ટ કર્યો, પણ બીનાબેનને મીઠાઈ ખવડાવતો ફોટો પણ ન મૂક્યો. ભાજપના ટોચના નેતાઓની સમજાવટ પછી પણ ઠંડુ યુદ્ધ રિલાયંસના નગરમાં થઈ રહ્યું છે.
એક મંચ પર
વિવાદ બાદ છેલ્લા ઘણા સમયથી સમાધાન માટે પ્રયાસો થતાં હતા. મતદાતા ચેતના અભિયાનના આયોજન પૂર્વે ભાજપના જિલ્લા કાર્યાલય ખાતે સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય રિવાબેન જાડેજા, મેયર બીના કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશી ચનિયારા, જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશ મુંગરા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલ કગથરા મંચપર હતા. ભાજપના જિલ્લા અને શહેરના મહામંત્રી પ્રકાશ બામણીયા હતા.
જ્ઞાતિવાદનું ઝેર
ત્રણ મહિલાઓનો ઝડઘો થતાં જ્ઞાતિવાદનું રૂપ લઇ લીધું છે.
19 ઓગસ્ટે જૈન સમાજ દ્વારા રિવાબેન સામે મોરચો મંડાયો હતો. જૈન સમાજ દ્વારા રિવા જાડેજા સામે ભાજપના નેતાઓને રજૂઆત કરવામાં આવી હતી. ઔકાત શબ્દને પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી. સામે રિવાબેનના સમર્થનમાં ક્ષત્રિય સમાજ આવ્યો હતો. વિવાદ સમી ગયો છે. પરંતુ પહેલા જૈન સમાજ દ્વારા રિવાબા સામે મોરચો માંડવામાં આવ્યા બાદ હવે રિવાબાના સમર્થનમાં ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો છે. જેને લઇને સમગ્ર વિવાદે જ્ઞાતિવાદનું રૂપ ધારણ કર્યું છે.
આજે પણ જામનગરમાં બધુ સમુસુતરું નથી. આ જિલ્લો કોંગ્રેસથી પક્ષમાં પક્ષપલટા દ્વારા લાવેલા અનેક નેતાઓનો જીલ્લો છે. જેમાં રાઘવજી પટેલ એક છે. ભાજપના સંગઠન મહામંત્રી રહેલા ભીખુ દલસાણીયાનો જિલ્લો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ રણછોડ ફળદુનો જિલ્લો છે. આખા જિલ્લામાં અનેક વખત ગિરશિસ્ત થઈ છે. અનેક વખત પક્ષ પલટાં થયા છે.
લોકસભાની ચૂંટણીમાં વિવાદ નડશે
પૂનમ મા઼મ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી ભાજપમાં પક્ષાંતર કરીને ગયા અને ફરી ચૂંટાઈને આવ્યાં ત્યારે રૉલ્સ રૉયસ સાથેની તસવીર વાઇરલ થઈ હતી. ત્યારે વિવાદ ઊભો થયો હતો. ડાયરામાં પૂનમ માડમે જાહેરમાં ગરબા ગયાં હતાં. જેમાં ત્રણ કરોડ રૂપિયા હવામાં ઉડાવીને તે નોટો પર લોકોએ નૃત્ય કર્યું હતું. પૂનમ માડમે ઘણી ચલણી નોટો ઉડાડી હતી. જેનો વિવાદ થયો હતો.
ઑક્ટોબર-2018માં પૂનમ માડમ જામનગરના એક ઝૂપડપટ્ટી વિસ્તારમાં સરવે માટે ગયાં હતાં, ત્યારે ગટરમાં પડી ગયા હતા. ભાજપના કૌભાંડ આ ગટરમાં થયા હોવાની ચાડી ખાતો વિડિયો વાયરલ થયો હતો.
ભાજપ માટે જામનગર જિલ્લો એ પક્ષપલટાનો જિલ્લો છે. પૂનમ માડમ, હકુભાઈ જાડેજા, રાઘવજી પટેલ જેવા અનેક નેતાઓ ભાજપમાં આવીને જામનગરની કચોરી જેવી સસ્તાનો સ્વાદ ચાખે છે. મૂળ ભાજપના નેતાઓએ પક્ષપલટું હકુભાઈ જાડેજાનો વિરોધ કર્યો હતો. તેથી રીવાબેનને ટિકિટ આપી હતી. ભાજપ બહારથી આવેલાંને ભાજપે મહત્વ આપતાં જૂના સંઘીઓ અને જૂના ભાજપના નેતાઓ વિખવાદ ઊભો કરે છે.
2024ની લોકસભા ચૂંટણીમાં સતત ત્રીજી વખત તમામ 26 બેઠક જીતવાના ભાજપના લક્ષ્યાંકમાં પૂનમબહેન ફિટ બેસશે કે કેમ તે માટે ગણતરીના મહિનાઓની રાહ જોવી રહી.