આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખુબ મજબૂતી થી આગળ વધી રહી છે. ધીમે ધીમે આગળ વધતા સંગઠન હવે વિશાળ સ્વરૂપ લઇ રહ્યુ છે. ગુજરાતની જનતામાં હવે નવી આશાની કિરણ નો સંચાર થઈ રહ્યો છે. અમે માનીએ છીએ કે આ વખતે ચોક્કસ પરિવર્તન આવશે અને આમ આદમી પાર્ટીના માધ્યમ થી ગુજરાતના લોકોને ન્યાય મળશે. ત્યારે વીજળી આંદોલન, પરિવર્તન યાત્રા, ગામડું બૈઠક અને જનસંવાદ જેવા અનેક પ્રકારના કાર્યક્રમો કરી લોકો સુધી જાગૃકતા ફેલાવા માટે આમ આદમી પાર્ટી સક્રિય બની છે.
આમ આદમી પાર્ટી ના આ તમામ કાર્યક્રમો જોઈને, લોકો તરફથી મળતો સહયોગ જોઈને, ભાજપ હવે ડરવા લાગી છે. ડરમાં અને ડરમાં ભાજપ ક્યાંક પોલીસ નો ઉપયોગ કરે છે, ક્યાંક ગુંડાઓનો ઉપયોગ કરે છે, ક્યાંક જેવી-તેવી ભાષાનો ઉપયોગ કરે છે. પણ ગઈકાલે ભાજપના કાર્યકર્તાઓ એ હદ વટાવી દીધી છે. ભાવનગરની એક કૉલેજ ની અંદર મહિલા પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીઓને એક લેખિત નોટિસ આપી ભાજપના પેજ પ્રમુખ બનવા માટે મજબૂર કર્યા આ ગુજરાતના ઇતિહાસ ની અત્યંત શરમજનક ઘટના છે. એક દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી લાખો કહેવાતા પેજ પ્રમુખ લોકોના સંગઠનો ધરાવતી પાર્ટીને એવી તો શું જરૂર પડી કે કોલેજમાં ભણતી વિદ્યાર્થિનીઓને પેજ પ્રમુખ બનવા નોટીસ આપવામાં આવી.
આ ખૂબ જ દુઃખદ ઘટના છે, મહિલાઓનું અપમાન છે. જ્યાં વાલી પોતાની છોકરીઓને ભણવા મોકલે, કઈંક બનવા મોકલે, સારી નોકરી મેળવીને ભવિષ્ય બનાવા મોકલે છે ત્યાં વિદ્યાના ધામ, વિદ્યાના મંદિર ની અંદર ભાજપે પોતાની નબળી અને હલકી માનસિકતા દર્શાવવાનું દુષ્કૃત્ય કર્યું છે.
ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ મહિલા પ્રિન્સિપાલ દ્વારા આપવામાં આવેલ નોટીસ ના પુરાવા પણ મિડિયા સમક્ષ રજુ કર્યા હતા.જે નોટિસમાં પ્રિન્સિપાલ શ્રીમતી ગોહિલ મેડમ દ્વારા વિદ્યાર્થીનીઓને પેજ પ્રમુખ બનવા માટેની માંગણી કરેલ હતી. જ્યાં ચોખ્ખા શબ્દોમાં લખેલું હતું કે ભાજપ પક્ષ ના પેજ કમિટીના સભ્ય બનવા માટે પોતાનો પાસપોર્ટ સાઈઝ નો ફોટો લઈને આવવાનું રહેશે.
તે કોલેજમાં ભણતી જે બહેનો છે તે શું ભાજપ માં જોડાવા માટે કોલેજમાં જાય છે? તે કોલેજ છે તે ભાજપના કાર્યકર્તાઓ બનાવવાની ફેક્ટરી છે? અને જો ભાજપ વિશ્વનું સૌથી મોટું કહેવાતું સંગઠન હોય તો શા માટે તેમને આ રીતે બહેનો ને અપમાનિત કરવાની જરુર પડે છે. આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. ભ્રષ્ટ ભાજપે અને સી.આર. પાટીલે આનો જવાબ આપવો જોઈએ કે આવું કેમ થાય? કોલેજમાં ભણતી વિદ્યાર્થીનીઓને ભાજપ ની પેજ પ્રમુખ બનવા તમે નોટિસો આપો.
આ રીતે વિદ્યાર્થીનીઓને પેજ કમિટીનું સભ્ય બનવા કહેવું એ યોગ્ય નથી. આમ આદમી પાર્ટી તેનો સખત વિરોધ કરે છે. આમ આદમી પાર્ટી આના વિરોધ પ્રદર્શન માં ભાવનગરમાં કાર્યક્રમ પણ કરવાની છે. ભાજપની આ ઘટના દર્શાવે છે કે તે એક કમજોર પાર્ટી છે. જો ભાજપ પાસે એટલું જ મોટું સંગઠન હોય તો આવી નિમ્ન કક્ષા ની નોટીસો ના આપવી પડી હોત. ભાજપની આ હરકત બતાવે છે કે વાસ્તવિકતામાં તેમની પાસે આવી કોઈ પેજ કમિટી નથી. માત્ર ભ્રષ્ટાચાર પર શોબાજી અને તાયફા કરીને વિશ્વની કહેવાતી મોટી પાર્ટી બની છે. પણ હકીકત એ છે કે જમીની સ્તરે હવે ભાજપ મજબૂત રહી નથી. કેમકે, આમ આદમી પાર્ટીને હવે ગુજરાતમાં મજબૂત સમર્થન મળી રહ્યું છે.
આમ આદમી પાર્ટી લોકતાંત્રિક રીતે આ ઘટનાનો ભાવનગરમાં વિરોધ કરશે. આજે વિદ્યાર્થીનીઓને પેજ પ્રમુખ બનવા નોટિસ આપી છે, ભવિષ્યમાં તે એવું પણ કહી શકે કે તમે ભાજપને જ મત આપજો તો જ અમે તમને સ્કૂલ કોલેજોમાં અભ્યાસ કરવા દઇશુ, એટલે આ એક ગંભીર બાબત છે. જો કોઈ સ્વેચ્છાથી આ કાર્ય કરવા માંગે તો કોઈ પ્રકારનો વાંધો નથી પરંતુ આમ ભાજપ નોટિસ આપે એ ચલાવી લેવામાં આવશે નહિ
આ પત્રકાર પરિષદમાં ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટી ના સુરત લોકસભા પ્રમુખ રજનીકાંત વાઘાણી પણ હાજર રહ્યા છે.