નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ આપેલી માહિતી અનુસાર, 1 એપ્રિલ 2019ના રોજથી અમદાવાદથી વડોદરા માટે હવે કાર, જીપ કે વાન માટે રૂ. 105ના બદલે રૂ. 110 ચુકવવા પડશે. રિટર્ન ટોલ ટેક્સ ભરનાર વાહનચાલકે હવે રૂ. 155ના બદલે રૂ. 160 ચુકવવા પડશે.
કાર જીપ ઉપરાંત અન્ય વાહનાનો દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જે પ્રમાણે બસ અને ટ્રક માટે પહેલા રૂ. 350 ટેક્સ ચુકવવો પડતો હતો, હવે તેમણે રૂ. 365 ચુકવવા પડશે. ટોલ ટેક્સની વાત કરીએ તો, વડોદરાથી આણંદ જવા માટે કારની ફીમાં રૂ. 5નો વધારો કરવામાં આવ્યો છે. વડોદરાથી અમદવાદ કે અમદાવાદથી વડોદરા જવા માટે ફીમાં રૂ. 10નો વધારો કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2013માં અમદાવાદ અને વડોદરા વચ્ચે ટોલ ટેક્સમાં 20 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જોકે, ત્યાર બાદ ટોલ ટેક્સમાં સતત વધારો નોંધાયો છે. અંદાજ પ્રમાણે, દરરોજ 50 હજાર વાહનો એક્સપ્રેસ વે પરથી પસાર થાય છે. આ જોતા ટેક્સ વધ્યા પછી એસ.ટી. તરફથી બસના ભાડામાં પણ વધારો કરવામાં આવે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે.