વાલ્મિકી સમાજના બે છોકરાઓ શહેરાના મુખ્ય તળાવના લાઢણીયા વિસ્તારમાં તળાવમાં ન્હાવા પડતા ડૂબી જતાં બે નાં મોત થયા હતા અને એકનો આબાદ બચાવ થયો છે. કાળઝાળ ગરમીમાં બપોર બાદ ત્રણેય મિત્રો તળાવે ન્હાવા ગયા હતા તે વેળા દરમિયાન આ ઘટના સર્જાઈ હતી. આ બનાવને લઈ પરિવારજનો પર આભ ફાટ્યું હતું.
રાજયના ઘણા એવા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને ઘણા વિસ્તારમાં વરસાદ વરસ્યા બાદ ઘણો અવો બફારો જોવા મળી રહ્યો છે. ત્યારે તે ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઘણા એવી તરકીબો પણ અપનાવી રહ્યા છે. ત્યારે શહેરમાં બાળકો ગરમીથી રહાત મેળવવા માટે તળાવમાં નાહવા માટે કુદી પડ્યા હતા. જેમાં બે બાળકોના ડૂબી જવાથી મોત થયા હતા અને એક બાળકનું આબાદ બચાવ થયું હતું. આ બનાવને લઈ ગામમાં માતમ છવાયો વાતાવરણ જોવા મળી રહ્યું છે.