આજે વહેલી સવારથી જ મહેસાણા, બનાસકાંઠા,અરાવલી, પાટણ અને સાંબરકાઠાના કેટલાક વિસ્તારોમાં માવઠા થયા છે. કાંકરેજના થરા અને દિયોદર પંથકમાં તો અડધા કલાકથી વધારે કમોસમી વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું જેના કારણે ખેતી પાકમાં નુકસાન સહિત રોગચાળાનો ડર પણ ઉભો થયો છે.
હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સુધી ઉત્તર ગુજરાતના વિભિન્ન વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ પહેલા અંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યમાં છૂટાછવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. તેવામાં આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠામાં તો વાજગીજ સાથે વરસાદ પડ્યો છે.
ઉત્તર ગુજરાતમાં થઈ રહેલા માવઠાને લઈને ખેડૂતોને નુકશાન ભોગવવાનો વારો આવી શકે છે. હાલમાં ગ્વાર સહિતના કેટલાક પાકોમાં રોગ આવી શકે છે, તેથી ખેડૂતોને તેનો ભાવ મળી શકશે નહીં. તે ઉપરાંત જ્વારની ચાર પણ કાળી પડી શકે છે, તેવામાં ખેડૂતોને મોટું નુકશાન થશે તે ચોક્કસ છે.