Valsad: વલસાડ જિલ્લામાં દૈનિક ધોરણે મેટલ, જે.એસ.બી. અને વેટમિક્સ મટિરીયલથી રસ્તા પેચવર્કથી રાહત
Valsad: વલસાડ જિલ્લામાં દૈનિક ધોરણે મેટલ, જે.એસ.બી. અને વેટમિક્સ મટિરીયલથી રસ્તા પેચવર્કથી રાહત થઈ છે. ૩૫થી વધુ જીસીબી, ૪૪ થી વધુ ડમ્પર-ટ્રેક્ટર અને ૧૨૫ લેબરો દ્વારા નિયમિત કામગીરી શરુ કરવામાં આવી છે.ઓવરટોપિંગથી બંધ ૧૪૬ રસ્તાઓ પૈકી ૧૪૫ રસ્તાઓ વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યા છે.
ચોમાસાની ઋતુમાં વલસાડ જિલ્લામાં પડેલા
સાર્વત્રિક ભારે વરસાદને કારણે પંચાયત માર્ગ અને મકાન વિભાગ વલસાડ હસ્તકના કૂલ ૨૬૩ જેટલા રસ્તાઓને તેમજ ૪૨ જેટલા ડૂબાવ કોઝવે/નાળાના એપ્રોચ સ્લેબ/વેરીંગ કોટને નુકશાન થયું હતું. જેને પંચાયત માર્ગ અને મકાન વિભાગ, વલસાડના તાબા હેઠળની પેટા વિભાગીય કચેરીઓના અધિકારી / કર્મચારીઓ દ્વારા સતત સ્થળ મુલાકાત કરી અંદાજિત 3૫ થી વધુ જે.સી.બી., ૫૫ થી વધુ ડમ્પર/ટ્રેકટર, રોલર તથા અન્ય મશીનરીઓ અને ૧૨૫ જેટલા લેબરો દ્વારા દૈનિક ધોરણે મેટલ/જી.એસ.બી/વેટમિક્સ વિગેરે મટિરીયલથી પેચ વર્કની કામગીરી પૂર્ણ કરી રસ્તાને વાહન વ્યવહાર માટે ટ્રાફિકેબલ બનાવવામાં આવ્યા છે.
પેચ વર્કની કામગીરી નિયમિત ધોરણે ચાલુ છે. હાલમાં જ તા.૨૫ ઓગસ્ટના રોજ થયેલા સરેરાશ ૧૦ ઇંચ થી વધુ વરસાદના કારણે પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ૧૪૬ રસ્તા ઓવર ટોપીંગના કારણે બંધ થયા હતા. વરસાદ બંધ થઈ પાણી ઓસરતા થયેલા નુકશાનને રીપેર કરી ૧૪૫ રસ્તાઓનો વાહનવ્યવહાર માટે પુનઃ શરૂ કરવામાં આવ્યા છે.
જ્યારે કપરાડા તાલુકોનો ૧ રસ્તો ડૂબાવ કોઝવેને કારણે જે હાલ બંધ છે. જેના ઉપર સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેજર બ્રિજના બાંધકામ ની મંજૂરી મળી છે. જેની કામગીરી આગામી સમયમાં શરૂ કરવામાં આવશે.