Valsad Rto Office : વલસાડ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબરની ફાળવણી માટે ઓનલાઈન ફેર હરાજી શરૂ કરવામાં આવી છે. બે અને ચાર પૈડાવાળા(પ્રાઈવેટ) અને આઠ પૈડાવાળા(ટ્રાન્સપોર્ટ/માલવાહક) વાહનોના નંબરો માટે હરાજી કરાશે. જેમાં ટુ વ્હીલરમાં GJ15ED અને GJ15EC સિરિઝના, ફોર વ્હીલરમાં GJ15CP સિરિઝના તેમજ ટ્રાન્સ્પોર્ટ વ્હીકલ (આઠ પૈડાવાળા) વાહનો માટે GJ15AV અને GJ15AX સિરિઝના 0001થી 9999 નંબર માટે હરાજી શરૂ કરવામાં આવી છે.
આ નંબરો મેળવવાની ઈચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનો રજિસ્ટ્રેશન કરાવી ઓનલાઇન http/privahan.gov.in/fancy પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી હરાજીમાં ભાગ લઈ શકશે. તે માટેની સુચના આ મુજબ છે. (1) તા.29-12-2023ના રોજ દિવસે 04-૦૦ વાગ્યાથી તા.31-12-2023ના રોજ દિવસે 03-59 વાગ્યા સુધી AUCTION માટેનું ફોર્મ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. (2) તા.31-12-2023ના રોજ દિવસે 04-00 કલાકથી તા.02-01-2024ના રોજ દિવસે 04-00 કલાક સુધી હરાજી માટેનું બિડિંગ ખૂલશે. (3) અરજદારોએ વાહન ખરીદ કર્યાની તારીખથી 7 દિવસની અંદર CNA ફોર્મ ભરેલું હોવું જોઈએ. વેલીડ CNA ફોર્મ રજૂ નહી કરનાર અરજદારને હરાજીમાં નિષ્ફળ જાહેર કરવામાં આવશે. (4) હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસમાં નાણાં જમા કરાવવાના રહેશે.
અરજદાર જો આ નિયત સમયમર્યાદામાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જાય તો જે તે નંબર માટે મુળ ભરેલી રકમ જપ્ત કરી જે તે નંબરની ફરી હરાજી કરવામાં આવશે. ઓનલાઈન ઓકશન દરમિયાન અરજદારે RBI દ્વારા નકકી કરેલા દરે ચાર્જ ચુકવવાના રહેશે. (5) વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી નિયમ મુજબના દિવસના અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. સમય બહારની અરજીઓ ૨દ્દ કરવામાં આવશે.