Valsad : લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. દાવેદારોમા ભારે ઉત્તેજના અને ગરમા ગરમ ચર્ચા થઈ રહી છે. ગુજરાતની 26 લોકસભા બેઠક માટે ભાજપના નિરીક્ષકો સ્થનિક નેતાઓ અને કાર્યકારની સેન્સ લીધી હતી. વલસાડ બેઠક માટે પાંચ દાવેદારો ઉભરીને સામે આવ્યા છે. મહત્વની ચર્ચામાં હાલના સાંસદની ટિકિટ કપાવાની પણ અટકળો ચાલી રહી છે.
ડો.હેમંત પટેલ
જાતિવાદી ફેક્ટરના હિસાબે ડોક્ટર હેમંત પટેલ ધોડિયા સમાજમાંથી આવે છે. સામાજિક કાર્યકર છે અને આરએસએસ લોબીથી પોતાનું મજબૂત વર્ગ ધરાવે છે. જેના કારણે લોકસભાની ટિકિટ એમને મળી શકે છે.ડોક્ટર પરિવારમાંથી આવે છે જેના કારણે વલસાડ જિલ્લા તેમજ ડાંગના લોકો સાથે ખૂબ જ જાણકારી તેમજ લોકોને ટચમાં રહે છે
અરવિંદ પટેલ
અરવિંદ પટેલ પણ ધોડિયા સમાજમાંથી આવે છે અને હાલના ધારાસભ્ય છે ધારાસભ્યની ચૂંટણી સતત જીતતા આવ્યા છે જેના કારણે ધરમપુરમાં તેમનું એક સારું નામ છે.પાર્ટીની ગુડ બુકમાં હોવાથી અરવિંદ પટેલને પણ લોકસભાની ટિકિટ મળી શકે છે.
મહેન્દ્ર ચૌધરી પણ છે ચર્ચામાં
વર્ષોથી રાજનીતિમાં પોતાના પરિવારનો ધરાવનાર મણિલાલ ચૌધરીના સુપુત્ર મહેન્દ્ર ચૌધરીનું એક અનોખું નામ છે. હાલ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીના હોદ્દા પર છે. તેમણે પણ લોકસભા સીટની દાવેદારી કરી છે. મહેન્દ્ર ચૌધરીનું નામ પણ હાલ ગૂડબૂકમાં હોવાથી મહેન્દ્ર ચૌધરીના નામે પણ જો મહર લાગે તો તેઓ લોકસભાની ચૂંટણી આસાનીથી જીતી શકે છે.. યુવાઓના નામે એક મોટો રાજકીય ચહેરો છે.
મહિલા તરીકે ઉષાબેનનો દાવો
જો પાર્ટી મહિલાને ટિકિટ આપશે તો ઉષાબેનનું નામ ફાઇનલ કહી શકાય અગાઉ વિધાનસભાના દંડક તરીકે રહી ચૂકેલા ઉષાબેન ખુબ જ સારી છબી ધરાવનાર પોતાની કામગીરીને પારદર્શી રીતે એટલે કે કાચનો અરીસાની સાચવીને રાખી છે. લોકોની નાની હોય કે મોટી તમામ સમસ્યાઓને ઉકેલવામાં તેમનું ખાસ્સું નામ છે. જો મહિલાને ટિકિટ આપવાનો ક્રાઈટેરિયા ફિટ બેસે તો ઉષાબેનનું નામ સૌથી અગ્રીંમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હોમ મિનિસ્ટર અમિત શાહની ગુડબુકમાં પણ ઉષાબેનનું નામ સામેલ છે. હાલના સાંસદ ડોક્ટર કેસી પટેલના તેઓ વહુ છે.
ડોક્ટર લોચન શાસ્ત્રી એટલે કે ડાંગનો યુવા ચહેરો..
આહવા ડાંગની અંદર ખાસ્સી સમાજ સેવાનું કામ કરનાર અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના પડખે ઊભી રહી સેવાનું કામ કરનારા ડોક્ટર લોચન શાસ્ત્રીનું પણ મોટું નામ છે. લોચન શાસ્ત્રી કોઈ વાત વિવાદમાં ન હોવાથી તેમનું નામ પણ પાર્ટીની ગુડબુકમાં હોવાથી તેમણે પણ દાવેદારી કરી છે.આ વખતે વલસાડથી નહીં પરંતુ જો ડાંગથી કોઈ ઉમેદવાર નક્કી થાય તો ડોક્ટર લોચન શાસ્ત્રીને લોકસભાની ટિકિટ મળી શકે છે