ગુજરાતમાં આવનાર વાવાઝોડાના પગલે ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રમાં પ્રભાવિત એરીયાની સ્કુલોમાં રજા જાહેર કરવામાં આવી છે.
બેઠક બાદ અધિક મુખ્યસચિવ, મહેસૂલ વિભાગ પંકજ કુમારે જણાવ્યું કે, “બેઠકમાં સેનાની ત્રણેય પાંખના અધિકારીઓ તેમજ સંબંધિત ખાતાના અધિકારીઓ હાજર હતા. બેઠકમાં સંબંધીત જિલ્લાના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ પણ કરવામાં આવી. વાયુ વાવાઝોડાથી સંભવિત પ્રભાવિત જિલ્લાઓમાં ભાવનગર, પોરબંદર, ગીર-સોમનાથી, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર, મોરબી અને કચ્છનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લાના નિચાણવાળા વિસ્તારોમાંથી રહેતા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. કલેક્ટરો આ તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડશે. તેમને જ્યાં રાખવામાં આવશે ત્યાં લાઇટ, પાણી સહિતની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.”