મુખ્યમંત્રી વિજય રૃપાણીએ કોર્પોરેશનના કલ્ચરમાં સંપૂર્ણપણે પરિવર્તન લાવીને નાગરિકોને તમામ પરવાનગી-મંજૂરીઓ-સેવાઓ ઓનલાઇન મળતી થાય તેના માટે ગુજરાતના આઠેય મહાનગરોના મેયર-સ્ટેન્ડિંગ કમિટિ અધ્યક્ષ-મ્યુનિસિપલ કમિશ્નરોને અનુરોધ કર્યો છે.
અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત,જામનગર, જૂનાગઢ, ગાંધીનગરના મેયર-સ્ટેન્ડિંગ કમિટિ અધ્યક્ષ-મ્યુનિસિપલ કમિશ્નરોનીગાંધીનગર ખાતે શહેરી વિકાસ વિભાગના ઉપક્રમે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિજય રૃપાણીએ આઠેય મહાનગરોમાં બ્રોડ વિઝન, પ્લાનિંગ સાથે સ્વચ્છતા કામગીરી, ડ્રેનેજ વોટર ટ્રીટમેન્ટ, રિસાયકલિંગ ઓફ વેસ્ટ વોટર તેમજ શહેરી વિકાસની ટી.પી. સ્કીમની માળખાકીય સુવિધાના કામોમાં વેગ લાવીને ગુજરાતના શહેરોને વિશ્વના શહેરો સાથે સ્પર્ધા કરે તેવા સજ્જ કરવા આહવાન કર્યું છે. આ ઉપરાંત શહેરીકરણના વ્યાપ-માનવ વસતીની પાણીની જરૃરિયાતને પહોંચી વળવા ડ્રેનેજ વોટર ટ્રીટમેન્ટ, રિસાયકલિંગ ઓફ યુઝ્ડ વોટરના ટોચના ક્રમે પ્રાથમિક્તા આપવા તાકીદ કરી હતી અને ઉમેર્યું હતું કે આવું શુદ્ધ કરાયેલું પાણી ઉદ્યોગો-બાગ-બગીચા, બાંધકામ સાઇટ, કૃષિ સિંચાઇ માટે આપીને મહાનગરો આવકના સ્ત્રોત ઉભા કરી શકે છે.
આ ઉપરાંત મહાનગરોની અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઝ પોતાના હસ્તકના પ્લોટના વેચાણ દ્વારા પણ મૂડી ઉભી કરી શકે તેના સૂચન કર્યા હતા. આ ઉપરાંત આગામી ફેબુ્રઆરીથી મહાનગરોમાં જળસંચય અભિયાન શરૃ કરવાના પણ સંકેત આપ્યા હતા.